દાહોદમાં 'સ્પેશિયલ 26'નો પ્લાન ફેલ, નાણા ધીરનાર ધંધાર્થી પર નકલી IT દરોડા પાડનારા 5ની ધરપકડ
January 12, 2025
દાહોદ : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરમાં નકલી આઈટી (Income Tax)અધિકારી બનીને દરોડા પાડવા આવીલી ગેંગનો પદાફાશ થયો છે. 6 અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા શખ્સોએ વડોદરાના જીએસટી ઈન્સ્પેક્ટર સાથે મળી સુખસરમાં આવેલા કાપડ તેમજ ધીરધારનો ધંધો કરતા વેપારીને ત્યાં સ્પેશિયલ 26 મુજબ દરોડા પાડીને 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. જોકે, પતાવટ માટે કરી બે લાખ રૂપિયા પડાવ્યા હતાં. દરોડા કરવા આવેલા આઈટી અધિકારીઓ બોગસ છે તેવી માહિતીના આધારે વેપારીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા પાંચ નકલી આઇટી અધિકારીને ઝડપી પાડયા હતાં જ્યારે બે શખસો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતાં.
દાહોદનો જમીન દલાલી કરનાર અબ્દુલ ગુંડિયા, રેલવેના વોર્ડ બોય રાકેશ રાઠોડ, અમદાવાદ પોલીસમાં આઉટસોર્સિંગથી નોકરી કરતા ભાવેશ આચાર્ય, ઉમેશ પટેલ, મનિષ પટેલ, વડોદરા જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ પટેલ અને સુરતના નયન પટેલે સાથે મળી 25 દિવસ પહેલા સુખસરના વેપારી અલ્પેશ પ્રજાપતિને ત્યાં રેકી કરી હતી. અગાઉ અબ્દુલ અને રાકેશ રાઠોડ પણ સુખસર ખાતે જઈ રેકી કરીને આવ્યા હતો. ત્યારબાદ આ સાતેય ભેજાબાજોએ એકબીજાના સંપર્કમાં રહી નકલી ઈન્કમટેક્સ અધિકારી તરીકે દરોડા પાડવાનું આયોજન કર્યું હતું. સુખસર ખાતે કાપડ અને નાણાં ધીરનારના ધંધા સાથે સંકળાયેલા અલ્પેશ પ્રજાપતિને ત્યાં ઈન્કમટેક્સ અધિકારી તરીકે રેડ કરી દુકાનમાં હિસાબ કિતાબના દસ્તાવેજો તેમજ ગ્રાહકોના ગીરવી મૂકેલા દાગીનાની તપાસ શરૂ કરી હતી. ગભરાયેલા અલ્પેશ પ્રજાપતિએ પતાવટની વાત કરતા ભેજાબાજોએ 25 લાખની માંગ કરી હતી.
ગભરાયેલા વેપારીએ 2 લાખ આપ્યા બાદ વધુ પૈસા ઝાલોદથી અપાવવા માટે જણાવતા ભેજાબાજો સાથે વેપારી ઝાલોદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન સુખસર બજારમાં વેપારીને શંકા જતા દરોડા પાડવા આવેલા ભેજાબાજો પાસે ઓળખ કાર્ડ માંગતા રેડ પાડવા આવેલા શખસો ગલ્લા-તલ્લા કર્યા હતાં. વેપારીને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા નકલી આઈટી અધિકારીઓની ટોળકી ભાગવા જતા સાતમાંથી બે સ્થળ પર જ પકડાઈ ગયા હતા. અન્ય ત્રણને પોલીસે પાછળથી પકડી લીધા હતાં. જ્યારે બે લોકો પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Related Articles
પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે સારો પવન, ઠંડીનું પણ જોર રહેશે
પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે...
અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત:નેતા ધરણાં કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા
અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દ...
Jan 13, 2025
પાયલ ગોટીના સમર્થનમાં સુરતની મહિલાઓએ PM મોદીને પત્રો લખી કરી ન્યાયની માગ
પાયલ ગોટીના સમર્થનમાં સુરતની મહિલાઓએ PM...
Jan 12, 2025
કેશોદમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ, ભૂવા સામે નોંધાઈ ફરિયાદ
કેશોદમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે...
Jan 12, 2025
સુરેન્દ્રનગરના ચુડામાં રમતા રમતા બે બાળકો પડ્યા કૂવામાં, સગા ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરના ચુડામાં રમતા રમતા બે બાળક...
Jan 11, 2025
પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી! અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી
પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી! અમદાવાદના...
Jan 10, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
Jan 13, 2025