જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ, પરેડ અને ટેબ્લોનું પ્રદર્શન

January 26, 2026

 અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી.. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.  પ્રજાસત્તાક પર્વને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રજાસત્તાક પર્વના પ્રસંગે સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હતી, જેનાથી જાહેર જનતા ને યોગ્ય માહિતી સાથે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો

DyCM હર્ષ સંઘવીએ જાહેર જનતાને સંબોધન કરતાં મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી. તેમણે જણાવ્યું, અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો કનેક્ટિવિટી છે, જેનાથી મુસાફરી સરળ બને છે. મેટ્રો ટ્રેન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરો અને મેટ્રો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ યોગ્ય ઉપયોગ કરો. સંઘવીએ લોકોને ઉપયોગની સાથે જાળવણી અને સ્વચ્છતાની જવાબદારીનો પણ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું, “ઉપયોગ સાથે જાળવણી પણ કરો, સ્વચ્છ રાખો અને અન્ય લોકો ગંદકી ન કરે તે સુનિશ્ચિત કરો.”