દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો ખેલ
May 22, 2026
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં એક અભૂતપૂર્વ દૃશ્ય જોવા મળ્યું છે, જ્યાં પરસ્પરના મતભેદો બાજુ પર મૂકીને ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા પ્રમુખ એશિયન દેશો બ્રિટન વિરુદ્ધ એક થયા છે. આ તમામ દેશોએ બ્રિટન દ્વારા સ્ટીલ આયાત પર ટૅરિફ વધારવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે. બ્રિટને પહેલી જુલાઈ 2026થી ટૅરિફ-મુક્ત (ડ્યુટી ફ્રી) સ્ટીલ આયાતના ક્વોટામાં ઘટાડો કરવાનો અને નિયત ક્વોટા કરતાં વધુ થતી આયાત પરના શુલ્કને વધારીને 50 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બ્રિટનના આ નવા સેફગાર્ડ નિયમો સામે WTOની ગુડ્સ કાઉન્સિલની બેઠકમાં જાપાન અને દક્ષિણ કોરિયાએ સત્તાવાર વાંધો ઉઠાવ્યો હતો, જેને ભારત, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ અને તુર્કી જેવા દેશોએ વ્યાપક સમર્થન આપ્યું છે. નાણાકીય વર્ષ 2026માં બ્રિટનને ભારતની લોખંડ અને સ્ટીલની નિકાસ આશરે 90 કરોડ ડૉલર (900 મિલિયન ડૉલર) રહી હતી. બ્રિટનના આ નવા પ્રતિબંધાત્મક પગલાંના કારણે ભારતની નિકાસના મોટા હિસ્સા પર સીધી નકારાત્મક અસર પડી શકે તેમ છે. ભારત આ મુદ્દાને WTOમાં ઉઠાવવાની સાથે બ્રિટન સાથે દ્વિપક્ષીય સ્તરે પણ ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે, જે 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં લાગુ થવાની સંભાવના છે. આ કરાર હેઠળ બ્રિટને ભારતના 99 ટકા માલસામાન પર ટૅરિફ નાબૂદ કરવાનું વચન આપ્યું હતું.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026