ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
October 09, 2026
1,054 મતદારોના નામ પર વાંધો અને બોગસ દસ્તાવેજ
વિજયપુરા - કર્ણાટકના વિજયપુરામાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ (દરમિયાન એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અહીં 8 જીવતા નાગરિકોના બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો નિંદનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે વિજયપુરાના શાકભાજી વિક્રેતા અબ્દુલ રઝાક બાગવાનની ફરિયાદના આધારે ભાજપમાંથી છ વર્ષ માટે હાંકી કઢાયેલા અપક્ષ ધારાસભ્ય બસનગૌડા પાટિલ યતનાલ અને અન્ય બે લોકો સામે પોલીસે ગુનાહિત કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યતનાલે SIR પ્રક્રિયા દરમિયાન 1,054 મતદારોની યાદી સબમિટ કરીને તેમના નામ સામે વાંધાઓ નોંધાવ્યા હતા. આ યાદીમાં ઓછામાં ઓછા 8 એવા જીવંત નાગરિકો હતા જેમના નામે બોગસ મૃત્યુ પ્રમાણપત્રો જોડી દેવાયા હતા. પીડિતોએ જાહેર સમક્ષ આવીને પોતાના ઓળખપત્રો અને ડેથ સર્ટિફિકેટની નકલો બતાવીને રોષ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માગ કરી હતી. પીડિતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ગેરરીતિથી તેમના રાશન કાર્ડ અને અન્ય સરકારી યોજનાઓના લાભ બંધ થઈ શકે છે.
કર્ણાટકમાં ગેરકાયદેસર રીતે મતદારોના નામ હટાવવાના પ્રયાસો અંગે અત્યાર સુધીમાં ભાલ્કી, બેલગાવી નોર્થ, બલ્લારી, મૈસુરુ અને બેંગલુરુ સહિત વિવિધ વિસ્તારોમાં કુલ 9 એફઆઈઆર (FIR) નોંધાઈ ચૂકી છે. મોટા પ્રમાણમાં બોગસ 'ફોર્મ 7' (Form 7) અરજીઓ જમા કરાવવા, મતદારોની જાણ વગર તેમની વિગતોનો ઉપયોગ કરવા અને બોગસ સહીઓ કરવા જેવા ગંભીર આરોપો સામે આવ્યા છે. ભારતીય ચૂંટણી પંચે (ECI) પણ આ મામલે કડક વલણ અપનાવીને અધિકારીઓને તપાસ કરી કાનૂની કાર્યવાહી કરવા સૂચના આપી છે
Related Articles
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફાઈ 4 કર્મચારી મોતને ભેટ્યાં
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફ...
Nov 01, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026