સુરતમાં અકસ્માતના ચાર બનાવમાં ચારના મોત, અજાણ્યા વાહને ટક્કર મારતા પોલીસ કોન્સ્ટેબલનું મોત
December 18, 2024
સુરત : સુરતમાં માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં સચિન સાતવલ્લા બ્રિજ ઉપર અજાણ્યા વાહને બાઈકને ટક્કર ગંભીર ઈજા થતા વેસુ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલનુ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં કાપોદ્રામાં ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવીને આવતી વખતે બાઈક પરથી દાદી અને એક દિવસનો પૌત્ર નીચે પડી ગયા હતા. જેમાં ઈજા થતા પૌત્ર મોતને ભેટયો હતો. ત્રીજા બનાવમાં પાંડેસરામાં ચાર દિવસ પહેલા બાઇક સ્લીપ થતા ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન આજે મોત થયું હતું. ચોથા બનાવમાં ઉત્રાણમાં ગત સાંજે ડમ્પરે મોપેડને અડફેટે લેતા ઇજા પામેલા પ્રોઢનું મોત થયુ હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ મહુવા તાલુકામાં વાછાવાડગામમાં નાયકાવાડ ફળિયાના વતની અને હાલમાં લિંબાયત નીલગીરી ખાતે જવાહર મોહલ્લામાં સંબંધીના ત્યાં રહેતા ૫૩ વર્ષીય રાજુભાઈ ભાણાભાઈ નાયકા હાલમાં સુરતના વેસુ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પીસીઆર વેન પર ફરજ બજાવતા હતા. જોકે સોમવારે રાત્રે તેઓ નોકરી પુરી કર્યા બાદ બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. તે સમયે સચિન -પલસાણા રોડ સાતવલ્લા બ્રિજ પર બાઇકને અજાણયા વાહનના ચાલકે ટક્કર મારીને ભાગી છુટયો હતો. જેમાં તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જયારે રાજુભાઈને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે.તેઓ છેલ્લા 32 વર્ષથી પોલીસ ખાતામાં ફજર બજાવતા હતા.તેમના મોતને પગલે પરિવારમાં માતમ છવાઇ ગઇ હતી. આ અંગે સચિન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં વરાછા રોડ પર સપના સોસાયટીમાં રહેતી રશ્મીકા નિતીન વાઝાને ત્રણ દિવસ પહેલા પ્રસૃતિની પીડા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં તેને નવજાત બાળકો જન્મ થતા પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી. બાદમાં ગત સવારે રશ્મીકાના પતિ નિતીનભાઇ અને બાળકની દાદી સાથે તેમના એક દિવસના બાળકને બાઇક પર કાપોદ્રામાં હોસ્પિટલમાં રસી મુકાવીને આવતા હતા. ત્યારે વરાછા રોડ પર શૌચાલય પાસે ગાયત્રી સોસાયટી પાસે પુરપાટ હંકારતા અન્ય બાઇક ચાલક તેમની બાઇક પાસે પસાર થયો હતો. જેથી નાની ગભરાઇ જતા બાળક સાથે બાઇક ઉપર નીચે પડી ગયા હતા. જેમાં બાળકને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. જયારે દાદીને ઇજા થઇ નહી હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે નિતીનભાઇ મુળ અમરેલીના વતની હતા. તે રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.
Related Articles
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવ...
Jul 07, 2026
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર...
Jul 06, 2026
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026