બુશેહર પ્લાન્ટ પર ચોથો હુમલો! ઈરાનની UNને ફરિયાદ- રેડિયેશન ફેલાયું તો આરબ દેશો પણ થશે બરબાદ
April 05, 2026
બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા બાદ ઈરાને UNને પત્ર લખ્યો
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ન્યૂક્લિયર પ્લાન્ટમાંથી રેડિએશનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાનના બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને પત્ર લખીને ફરિયાદ કરી છે. પરમાણુ ઉર્જા કેન્દ્ર પર સતત હુમલાને લઈને અરાઘચીએ ચિંતા વ્યક્ત કરી કહ્યું છે કે, જો આ કેન્દ્રોમાંતી રેડિએશન ફેલાશે તો ખાડી દેશોના નાગરિકોનો જીવ ખતરામાં મુકાશે. યુએનને લખેલા પત્રમાં અરાઘચીએ ચેતવણી આપી છે કે, અમેરિકા અને ઈઝરાયલ અમારા પરમાણુ કેન્દ્રો પર હુમલા કરી રહ્યા છે, જેના કારણે રેડિએશન ફેલાવાનો ખતરો વધી ગયો છે. આની અસર માત્ર ઈરાનની સરહદ સુધી જ નહીં, પરંતુ ખાડી દેશોમાં રહેતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આના કારણે માનવીય અને પર્યાવરણમાં ગંભીર પરિણામો ઉભા થઈ શકે છે. બુશહર ન્યૂક્લિયર પ્લાન્ટ પાસે ચોથી વખત હુમલો થયો હતો. જો તેમાંથી રેડિએશન ફેલાશે તો માત્ર તહેરાન જ નહીં ખાડી દેશોની રાજધાનીમાં રહેતા લોકો ખતમ થઈ શકે છે.’ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ ઈરાન તરફથી પત્ર મળ્યો હોવાની માહિતી આપી છે. જોકે એજન્સીએ કહ્યું કે, હાલ વિકિરણ ફેલાવાના સ્તરમાં કોઈ પણ વધારો થયો નથી. આઈએઈએના મહાનિદેશક રાફેલ ગ્રોસી (IAEA Director General Rafael Grossi)એ પણ પરમાણુ કેન્દ્ર પર હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આવા કેન્દ્રો અને આસપાસના વિસ્તારમાં ક્યારેય હુમલો ન કરવો જોઈએ, કારણ કે ત્યાં મહત્ત્વના સુરક્ષા સંબંધીત ઉપકરણો હોઈ શકે છે.
શનિવારે સવારે બુશેહરમાં હુમલો થયા બાદ અરાઘચીએ અમેરિકાઅને ઈઝરાયલ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, જ્યારે યુક્રેનમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહી થઈ હતી ત્યારે પશ્ચિમ દેશોએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી, જો કે હાલ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા વખતે આવી ચિંતા કરવામાં આવી રહી નથી. અમેરિકા-ઈઝરાયલ ઈરાનના બુશહર ન્યુક્લિયર પ્લાન્ટ પર ચાર વખત બોંબ ઝિંકી ચુક્યા છે. જો આવા હુમલાના કારણે રેડિએશન ફેલાશે તો તહેરાનમાં નહીં પણ, GSS દેશોની રાજધાનીઓમાં જીવન ખતમ થઈ જશે. ઈરાનના પેટ્રોકેમિકલ ઠેકાણાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે યુદ્ધના વાસ્તવિક ઉદ્દેશ્ય તરફ ઈશારો દેખાઈ રહ્યો છે.’
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026