Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પરમાં ઘૂસી ગઈ ખાનગી બસ, 6ના મોત

December 17, 2024

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે આજે (17મી ડિસેમ્બર) વહેલી સવારે રક્તરંજિત બન્યો હતો. જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે હાઇવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ સુરતથી ઉના તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે ધડાકાભેર બસ ઘૂસાડી દીધી હતી. જેમાં બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઊઠયો હતો. આ ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકોને ઈજા થતાં સારવાર અર્થે તળાજા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે, ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે. જેના કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાય છે. બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

મૃતકોના નામ

•ગોવિંદ કવાડ (ઉં.વ. 4)

•તમન્ના કવાડ (ઉં.વ. 7)

•જયશ્રી નકુમ (ઉં.વ. 38)

•ખુશીબેન બારૈયા (ઉં.વ. 8)

•ચતુરાબેન હડિયા (ઉં.વ. 45)

•છગનભાઇ  (ઉં.વ. 45)