પાકિસ્તાનના ખૈબર કફ્તૂનખ્વામાં ગેસ લીકેજથી વિસ્ફોટ, પૂર્વ મંત્રીનું મોત, 3 ઘાયલ
June 07, 2025
પાકિસ્તાનના ખૈબર કફ્તૂનખ્વા વિસ્તારના કોહાટ જીલ્લામાં પ્રચંડ વિસ્ફોટની એક ઘટના સામે આવી છે. આ વિસ્ફોટમાં પાકિસ્તાનના પુર્વ મંત્રી અબ્બાસ ખાન આફરીદીનું મૃત્યુ થયુ છે. જણાવવામાં આવ્યું ચે કે આ વિસ્ફોટ અફરીદીના ઘરે ગેસ લીક થવાના કારણે થયો છે. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ અબ્બાસ ખાન આફરીદીનું શુક્રવારે મૃત્યુ નિપજ્યુ હતું. મળતી માહિતી પ્રમાણે આ ઘટના ગુરુવારે બની હતી. આ ઘટનામાં પાકિસ્તાનના પુર્વ સાંસદ અબ્ભાસ આફરીદીનું મૃત્યુ થયુ હતું.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઘરમાં ગેસ લીક થવાને કારણે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં ઘરના એક ભાગમાં આગ લાગી હતી અને લોકો ખુબ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા. પરંતુ આ તમામ ઘાયલોને નજીકના હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને બચાવવાની પુરી કોશિશ કરી હતી. પરંતુ અફરીદીની હાલત એટલી ખરાબ હતી કે ડોક્ટરોના અથાક પ્રયત્નો બાદ પણ તેમને બચાવી ન શકાયા.
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. શરૂઆતમાં તો આ ગેસ લીક થવાની ઘટના વર્તાઈ રહી છે. પરંતુ વિસ્ફોટના કારણો અને લાપરવાહી અઁગેની સંભાવનાઓની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનીક લોકો અને રાજનેતાઓ દ્વારા તેમને શ્રધ્ધાંજલી આપવામાં આવી છે. સરકાર તરફથી હજી સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026