જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું
June 23, 2025

Stock Market Today: જિઓ-પોલિટિકલ તણાવમાં થઈ રહેલા વધારાના પગલે શેરબજાર કડડભૂસ થયા છે. આજે સપ્તાહની શરૂઆતમાં જ સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટી પણ 250થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારોની મૂડીમાં બે લાખ કરોડનો ઘટાડો થયો હતો. 10.30 વાગ્યે સેન્સેક્સ 739.16 પોઈન્ટ તૂટી 81669 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 222.80 પોઈન્ટ તૂટી 24890.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3824 પૈકી 1379 શેર સુધારા તરફી અને 2218 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 161 શેરમાં અપર સર્કિટ, જ્યારે 210 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી ત્રણ સિવાય તમામ 27 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. BEL 2.19 ટકા, ટ્રેન્ટ 0.24 ટકા, અદાણી પોર્ટ્સ 0.12 ટકા સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે.
શેરબજારમાં કડાકા પાછળ જવાબદાર પરિબળો
- મીડલ-ઈસ્ટ વૉરઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી તેમજ રશિયાના દાવાના કારણે જિઓ-પોલિટિકલ તણાવ વધ્યો છે. રશિયાએ દાવો કર્યો છે કે, અનેક દેશો ઈરાનને પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. ઉલ્લેખનીય છે, આજે ઈરાનના વિદેશ મંત્રી રશિયાના પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરશે. જેથી યુદ્ધ વધુ ભયાવહ થવાની ભીતિ વચ્ચે શેરબજાર તૂટ્યા છે.
- ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકોઃ ઈરાનની સંસદમાં સ્ટ્રેટ ઓફ હોર્મુજ બંધ કરવા મંજૂરી આપતાં વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2 ટકા ઉછળી 78 પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. WTI ક્રૂડ 1.7 ટકા ઉછળી 75 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યો હતો. અમેરિકાએ ગઈકાલે ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યા બાદ વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવ વધ્યો છે. આ હુમલા બાદ ઈરાને વિશ્વને ક્રૂડનો 30થી 40 ટકા પુરવઠો પૂરો પાડતો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુજ બંધ કરવા નિર્ણય લીધો છે. જેની માઠી અસર થઈ છે.
Related Articles
ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટીમાં વધારા સાથે કારોબાર
ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટી...
Sep 02, 2025
ભારત અને ચીન એકબીજાના પાર્ટનર : જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો
ભારત અને ચીન એકબીજાના પાર્ટનર : જિનપિંગ...
Aug 31, 2025
NATO ચીફની ધમકી RICની બેઠકને પુનઃ શરૂ કરવાની પહેલનું ચીને સમર્થન કર્યું
NATO ચીફની ધમકી RICની બેઠકને પુનઃ શરૂ કર...
Jul 18, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં: ફરી ટીમ વોશિંગ્ટન જશે
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્ક...
Jul 11, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવા...
Jul 07, 2025
Trending NEWS

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

02 September, 2025