સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો

May 30, 2023

સોના-ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં સતત ઘટાડો નોધાઈ રહ્યો છે. અને હજુ પણ ભાવમાં ઘટાડો ચાલુ જ છે. MCX માં અને હાજર બજાર બન્નેમાં આજે મંગળવારના રોજ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલા સોમવારે પણ ઘટાડા સાથે બજાર બંધ રહ્યુ હતું. સોનાના ભાવ ઘટાડા સાથે આજે 60000 રુપિયાના રેકોર્ડ લેવલથી નીચે આવી ગયા છે. અને જો તમે સોનુ ખરીદવા માટે વિચાર કરી રહ્યા છો તો આ તમારા માટે સારો સમય છે. અત્યારના સમયે જો તમારે કોઈ જ્વેલરી ખરીદવાની હોય તો પહેલા કરતા ફાયદો થશે. 

અત્યારમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે એકવાર હજુ તેજી આવવાની આશા છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે દિવાળી પર ફરી સોનાની કિંમત વધીને 65000 રુપિયા સુધી પહોચી જવાની સંભાવના રહેલી છે. તો ચાંદીની વાત કરીએ તો તેમાં 80000 રુપિયાની આસપાસ પહોચવાની સંભાવના રહેલી છે. મંગળવારના રોજ MCX અને અને હાજર બજાર બન્નેમાં આજે મંગળવારના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

MCX અને અને હાજર બજાર બન્નેમાં આજે મંગળવારના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.  જેમા MCX પર મંગળવારના રોજ સોનામાં 138 રુપિયા ઘટીને  59361 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 570 રુપિયા ઘટીને 70555 રુપિયા પ્રતિ કિલોના ભાવ પર ટ્રેડ કરી રહી હતી. તેના પહેલા સોમવારે MCX પર સોનુ 59499 રુપિયા અને ચાંદી 71125 રુપિયા પ્રતિ કિલોના ભાવમા બંધ થઈ હતી. 

બુલિયન માર્કેટમાં મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.  જેમાં મંગળવારના રોજ 31 રુપિયા ઘટાડા સાથે 59981 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 460 રુપિયાના ઘટડા સાથે 70323 રુપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી.