ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા
July 19, 2025
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે ટેક જાયન્ટ્સ ગૂગલ અને મેટા(ફેસબુક)ને સમન્સ પાઠવ્યા છે. EDની આ કાર્યવાહી ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના કેસમાં હાથ ધરવામાં આવી રહેલી તપાસનો એક ભાગ છે. બંને કંપનીઓના પ્રતિનિધિની 21 જુલાઇના રોજ પૂછપરછ કરવામાં આવશે.
EDએ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું. જેના કારણે તેમની પહોંચ અને લોકપ્રિયતા ઝડપથી વધી અને આ ગેરકાયદેસર કામગીરી દેશભરમાં ફેલાઈ ગઈ.
આ સમગ્ર કેસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા મામલામાં સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. EDની આ કાર્યવાહી ઓનલાઇન સટ્ટાબાજી સામેના વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ તપાસ થઈ રહી છે. એવામાં EDના આ પગલાથી ખબર પડે છે કે તપાસ હવે મોટા પાયે થઈ રહી છે.
ED દેશભરમાં ઓનલાઇન સટ્ટાબાજી સામે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેલંગાણાના ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ સામે કેસ નોંધ્યો હતો. તેમાં વિજય દેવરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી અને પ્રકાશ રાજ જેવા નામોનો સમાવેશ થાય છે. કુલ 29 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દેશભરમાં ઘણા ઓનલાઇન સટ્ટાબાજી નેટવર્ક્સ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026