Breaking News :
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

નવેમ્બરમાં ભરાઈ સરકારી તિજોરી, GST કલેક્શન 8.5 ટકા વધીને થયું આટલા લાખ રૂપિયા

December 02, 2024

ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. નવેમ્બર મહિનામાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. તહેવારોની મોસમમાં માંગમાં વધારો અને વધુ આવકને કારણે નવેમ્બરમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડથી વધુ થયું છે.

રવિવારે જાહેર કરાયેલા સરકારી ડેટા અનુસાર, સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 34,141 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 43,047 કરોડ, ઇન્ટિગ્રેટેડ આઇજીએસટી રૂ. 91,828 કરોડ અને સેસ રૂ. 13,253 કરોડ હતો. નવેમ્બરમાં કુલ GST આવક 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડથી વધુ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં રૂ. 1.68 લાખ કરોડ હતી.

ઓક્ટોબરમાં રૂ. 1.87 લાખ કરોડનું GST કલેક્શન નવ ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે બીજા નંબરનું શ્રેષ્ઠ GST કલેક્શન હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન એપ્રિલ, 2024માં રૂ. 2.10 લાખ કરોડથી વધુ હતું. સમીક્ષા હેઠળના મહિનામાં સ્થાનિક વ્યવહારોમાંથી GSTની આવક 9.4 ટકા વધીને રૂ. 1.40 લાખ કરોડ થઈ છે,

આયાત પરના કરમાંથી આવક લગભગ છ ટકા વધીને રૂ. 42,591 કરોડ થઈ છે. મહિના દરમિયાન રૂ. 19,259 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 8.9 ટકા ઓછા છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી, નેટ GST કલેક્શન 11 ટકા વધીને રૂ. 1.63 લાખ કરોડ થયું છે.