મહેસાણામાં ગોઝારી ઘટના: પિતાની ભૂલથી વ્હાલસોયા દીકરાનું કરૂણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો
December 24, 2025
મહેસાણા : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં એક કાળજું કંપાવી દેનારી ગોઝારી ઘટના બની છે. અહીં એક કંપનીમાં માલ ખાલી કરવા આવેલા રાજસ્થાની પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, જ્યારે પિતા ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે તેમની જ નજર સામે 19 વર્ષીય જુવાનજોધ પુત્ર ટ્રક પાછળ કચડાઈ જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા દેવારામ ચૌધરી ટ્રક ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 19 વર્ષીય પુત્ર મુકનારામ પણ પિતાને કામમાં મદદ કરવા તેમની સાથે જ રહેતો હતો. આ બાપ-દીકરો તારીખ 23 ડિસેમ્બર, 2025ના રોજ રાજસ્થાનના જેસલમેરથી ટ્રક (નંબર RJ-19-GE-3165)માં માલસામાન ભરીને કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં આવેલી 'ગ્રીનફિલ્ડ ડેરિવેટિવ્ઝ પ્રાઈવેટ લિમિટેડ' કંપનીમાં અનલોડિંગ માટે આવ્યા હતા.
ઘટના સવારના આશરે સાત વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે કંપનીમાં ટ્રકમાંથી માલ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ટ્રક ચાલક પિતા દેવારામભાઈ ટ્રકને રિવર્સ લઈ રહ્યા હતા, જ્યારે તેમનો પુત્ર મુકનારામ પાછળ ઉભો રહીને ટ્રકને સાઈડ આપી રહ્યો હતો. આ દરમિયાન દીવાલ અને અનલોડિંગ સ્ટેન્ડની વચ્ચે એક લોખંડનું સ્ટેન્ડ પડ્યું હતું, જેને ખસેડવા માટે મુકનારામ ત્યાં ગયો હતો. આ સમયે પિતા દેવારામભાઈનું ધ્યાન ન રહેતા તેમણે ટ્રક રિવર્સ લેવાનું ચાલુ રાખ્યું હતું.
પળવારમાં જ મુકનારામ દીવાલ, લોખંડના સ્ટેન્ડ અને ટ્રકના પાછળના ભાગની વચ્ચે આવી ગયો હતો. ટ્રક વચ્ચે દબાઈ જવાથી તેને શરીરે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પુત્રની બૂમાબૂમ સાંભળી પિતાએ તુરંત ટ્રક રોકી નીચે ઉતરીને જોયું તો પુત્ર લોહીલુહાણ હાલતમાં ફસાયેલો હતો. જોકે, ગંભીર ઈજાઓને કારણે 19 વર્ષીય મુકનારામનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોતાની જ ભૂલથી નજર સામે પુત્રને ગુમાવતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
Related Articles
સાણંદ નજીક દારૂ ભરેલી ટ્રક પલટી મારી: રોડ પર બોટલોનો ખડકલો થતાં લોકોએ લૂંટવા પડાપડી કરી
સાણંદ નજીક દારૂ ભરેલી ટ્રક પલટી મારી: રો...
Dec 23, 2025
થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં 'પેકેજ ઓફર', પોલીસના આંખ આડા કાન?
થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અન...
Dec 22, 2025
સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો
સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવા...
Dec 22, 2025
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વ...
Dec 22, 2025
મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો, વીડિયો શેર કરી કહ્યું-મને બળજબરીપૂર્વક ધકેલાયો
મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાય...
Dec 22, 2025
કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત
કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝા...
Dec 22, 2025
Trending NEWS
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025