સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના જામીન આપ્યા

November 06, 2025

સુરત દુષ્કર્મ કેસના આરોપી આસારામને ગુજરાત હાઇકોર્ટે હૃદય સંબંધિત બીમારીની સારવાર માટે 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે આ નિર્ણય રાજસ્થાન હાઇકોર્ટના જોધપુર ખંડપીઠ દ્વારા અન્ય એક કેસમાં અપાયેલા જામીનને ધ્યાનમાં રાખીને આપ્યો છે.