ગલ્ફ દેશોએ ઓઇલ-ગેસની નિકાસ બંધ કરવી પડશે! કતારની ચેતવણી
March 06, 2026
કતાર : કતારના ઊર્જા મંત્રીની વિશ્વને શાંતિની અપીલ સાથે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે, જો યુદ્ધને પગલે શિપિંગ રૂટ્સ લાંબા સમય સુધી બંધ રહેશે અને નિકાસકારોના જહાજોની સુરક્ષા જોખમાશે, તો સપ્લાય ચેઇન તૂટી જશે. સપ્લાય ચેઇન તૂટશે તો સેમિકન્ડક્ટરથી લઈને સામાન્ય પરિવહન સુધીના તમામ ક્ષેત્રો પર અત્યંત ગંભીર રીતે નકારાત્મક અસર પડશે. જેના કારણે વૈશ્વિક રીતે અનેક પ્રકારના સંકટો પેદા થઈ શકે છે.
કતારના ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ નહીં અટકે, તો મહત્તમ એક મહિનામાં ખાડી દેશોમાંથી થતી ઊર્જા નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. જો એવું થશે તો વૈશ્વિક સ્તરે ફ્યૂલની અછત સર્જાશે અને મોંઘવારી પણ ચરમસીમાએ પહોંચી જશે. જો યુદ્ધને પગલે શિપિંગ રૂટ્સ ઘણા લાંબા સમય સુધી બંધ રહેશે અને નિકાસકારોના જહાજોની સુરક્ષા જોખમાશે, તો સપ્લાય ચેઇન જ તૂટી જશે. તે સ્થિતિમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગથી લઈને સામાન્ય પરિવહન સુધીની તમામ સેવા પર નકારાત્મક અસર પડી શકે છે. આ કારણસર વિવિધ દેશમાંથી ઉચ્ચ સ્તરીય રાજદ્વારી હસ્તક્ષેપ દ્વારા શાંતિ નહીં સ્થપાય, તો વિશ્વએ મોટા આર્થિક આંચકા માટે તૈયાર રહેવું પડશે.
ઈઝરાયલ-અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને ખાડી દેશો પર સતત હુમલા ચાલુ રાખ્યા છે. આ સ્થિતિમાં 2 માર્ચે કતારે લિક્વિફાઇડ નેચરલ ગેસ(LNG)નું ઉત્પાદન અટકાવી દીધું હતું. કતાર વૈશ્વિક પુરવઠાના આશરે 20% જેટલા ગેસનું ઉત્પાદન કરે છે, જે એશિયા અને યુરોપના બજારોમાં ઈંધણની માંગ અને પુરવઠાનું સંતુલન જાળવવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સ્થિતિમાં વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ વધુ ઘેરું થવાની આશંકા છે.
Related Articles
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026