યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અનફ્રીઝ નહીં થાય, યુએસની 5 શરતો
May 18, 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને શાંતિ વાર્તાના પ્રયાસો વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી 'ફાર્સ'ના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાનના તાજેતરના શાંતિ પ્રસ્તાવના જવાબમાં પાંચ કડક શરતો મૂકી દીધી છે. આ શરતોને કારણે બંને દેશો વચ્ચે ફરી એકવાર રાજકીય અને રાજદ્વારી હલચલ વધી ગઈ છે. જો કે, આ શરતો અંગે હજુ સુધી વોશિંગ્ટન (અમેરિકા) કે તેહરાન (ઈરાન) તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ શરતોએ બંને દેશો વચ્ચે શાંતિની આશાઓને મોટો ઝટકો આપ્યો છે.
અમેરિકની આ 5 શરત વિવાદનું કારણ
- યુદ્ધનું કોઈ નુકસાન વળતર નહીં: અમેરિકાએ ઈરાનને કોઈપણ પ્રકારનું વળતર કે યુદ્ધની નુકસાની ચૂકવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
- યુરેનિયમ સોંપવાની શરત: ઈરાને પોતાની પાસે રહેલું 400 કિલોગ્રામ સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને સોંપવું પડશે.
- પરમાણુ કેન્દ્રો પર પ્રતિબંધ: ઈરાનને પોતાના દેશમાં માત્ર એક જ પરમાણુ પ્લાન્ટચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે.
- સંપત્તિ મુક્ત કરવાનો ઈનકાર: અમેરિકાએ વિદેશોમાં જપ્ત કરાયેલી ઈરાનની સંપત્તિ અને ફંડને મુક્ત કરવાની માંગણી ફગાવી દીધી છે.
- શરતો સાથે યુદ્ધવિરામ: વિવિધ મોરચે યુદ્ધવિરામને ત્યારે જ આગળ વધારવામાં આવશે, જ્યારે બંને પક્ષો વચ્ચે સત્તાવાર વાતચીત શરૂ થઈ જશે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026