Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

26 વર્ષની વયે હર્ષ વર્ધન IPS બન્યાં, પહેલી પોસ્ટિંગ માટે જતી વખતે અકસ્માતમાં મોત, પરિજનો આઘાતમાં

December 02, 2024

કર્નાટકના હસન જીલ્લામાં પોતાની કારકિર્દીની પહેલી પોસ્ટીંગનો ચાર્જ સંભાળવા જઈ રહેલા કર્ણાટક કેડરના ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી હર્ષ વર્ધનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.  
આ અકસ્માત રવિવારે સાંજે થયો હતો. વર્ધન હોલેનરસીપુરમાં પ્રોબેશનર આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ(ASP) તરીકે ફરજ પર જવા માટે હસન જઈ રહ્યા હતા, ત્યારે હસન તાલુકામાં કીટ્ટાને વિસ્તાર નજીક પોલીસના વાહનનું ટાયર ફાટ્યું હતું. અને તેના કારણે ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. અને વાહન રસ્તાની બાજુના મકાન અને ઝાડ સાથે અથડાયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વર્ધનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તત્કાલીન તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે ડ્રાઈવર મંજેગૌડાને સામાન્ય ઈજાઓ થઈ હતી. હર્ષ વર્ધને તાજેતરમાં જ મૈસૂરમાં કર્ણાટક પોલીસ એકેડમીમાં ચાર સપ્તાહની તાલીમ પૂર્ણ કરી હતી.  હર્ષ વર્ધનનો પરિવાર મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં રહે છે. તેમની ઉંમર 26 વર્ષની હતી. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું. વર્ધને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેઓ 2022-23ના કર્ણાટક કેડર બેચના IPS અધિકારી હતા. હસનના પોલીસ અધિક્ષક મોહમ્મદ સુજીત અને સહાયક પોલીસ અધિક્ષક વેંકટેશ નાયડુએ પણ હર્ષ વર્ધનને શ્રદ્ધાંજલિ આપી હતી.