પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં જોરદાર બ્લાસ્ટ, વિસ્તારમાં હડકંપ
May 06, 2026
પંજાબના જલંધરમાં મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ BSF હેડક્વાર્ટરની બહાર થયેલા જોરદાર ધમાકાથી સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ધમાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ લગભગ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ધમાકો એક સ્કૂટીમાં થયો હતો, જેના કારણે તેના ફુરચા ઉડી ગયા હતા. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. હાલ ઘાયલની ઓળખ થઈ શકી નથી. બીજી તરફ પોલીસ, ફોરેન્સિક ટીમો અને BSFએ વિસ્તારને સીલ કરી તપાસ શરૂ કરી દીધી છે. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ધમાકાના કારણો જાણી શકાયા નથી. પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. ગુરપ્રીત નામનો એક યુવક BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટી ઉભી રાખી અંદર પાર્સલની ડિલિવરી આપવા ગયો હતો. ત્યારે સાંજે 8 વાગ્યાને 15 મિનિટે સ્કૂટીમાં ધમાકો થયો હતો. અચાનક થયેલા ધમાકાથી લોકો ગભરાઈ ગયા હતા. જે એક્ટિવા સ્કૂટીમાં વિસ્ફોટ થયો, તે ફ્લિપકાર્ટના ડિલિવરી કર્મચારીની હોવાનું કહેવાય છે. એવી આશંકા છે કે સ્કૂટીમાં કોઈ વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હોઈ શકે છે, જો કે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાસ્થળ પાસે ગુરુનાનકપુરા રોડ પર આવેલી સબજી મંડીમાં ઘણી ભીડ હતી. ધમાકા બાદ ત્યાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે BSF ચોક પાસે સ્કૂટરમાં થયેલો વિસ્ફોટ ગ્રેનેડ હુમલાનું પરિણામ હતો. ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ સુરક્ષા એજન્સીઓ આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ અને સ્થાનિક ગુનાહિત નેટવર્ક દ્વારા સક્રિય પ્રતિબંધિત આતંકી સંગઠનોની સંડોવણીની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ઘટનાને શરૂઆતમાં વાહન સાથે જોડાયેલા વિસ્ફોટ તરીકે જોવામાં આવતી હતી, તેને હવે આતંકી હુમલા એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026