ઓડિશાના કટકમાં ભારેલો અગ્નિ: દુર્ગા મૂર્તિ વિસર્જનમાં બે જૂથ વચ્ચે હિંસા
October 05, 2025
કટક- ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા મૂર્તિ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચે ભારે હિંસા બાદ પરિસ્થિતિ બેકાબૂ બની હતી. બે સમુદાય વચ્ચે ભારે પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બાદ સમગ્ર જિલ્લામાં 24 કલાક માટે ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
શુક્રવાર રાત્રે દુર્ગા મૂર્તિ વિસર્જનની યાત્રા દરમિયાન વિવાદ બાદ સમગ્ર તણાવ પેદા થયો હતો. રાત્રિના દોઢ બે વાગ્યા આસપાસ સ્થાનિકોએ ડીજે વગાડવા મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ વિવાદ વધતો ગયો અને ટોળાંએ ઘરની છત પરથી જ ભીડ પર પથ્થર વરસાવ્યા. કટકના DCP પણ આ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. હિંસાની ઘટનામાં CCTV ફૂટેજના આધારે પોલીસે છ ઉપદ્રવીઓની ધરપકડ કરી છે.
હિંસા મુદ્દે આજે ( રવિવારે ) કેટલાક લોકો આંદોલન કરી રહ્યા હતા જએ બાદ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં પોલીસ ઈન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા.
બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે સોમવારે 12 કલાકના 'બંધ'નું એલાન કર્યું છે. જે બાદ તંત્રએ ભીડ એકત્રિત થવા પર રોક લગાવી છે તથા પરિસ્થિતિ જોતાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે.
Related Articles
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસન...
Nov 10, 2025
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુજરાતમાં હાઇઍલર્ટ
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુ...
Nov 10, 2025
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 1...
Nov 10, 2025
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરોડ
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષ...
Nov 10, 2025
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાન...
Nov 10, 2025
Trending NEWS
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025