જોરદાર વાવાઝોડાએ તારાજી સર્જી, મહાકાલ લોકમાં રહેલી 6 મૂર્તિઓ ખંડિત
May 29, 2023

ઉજ્જૈનમાં રવિવારે સાંજે આવેલા જોરદાર વાવાઝોડાને કારણે મહાકાલ લોક કોરિડોરમાં સ્થાપિત ઘણી મૂર્તિઓ પડી અને તૂટી ગઈ. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલ લોક કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 856 કરોડ છે, જેમાં પ્રથમ તબક્કો રૂ. 351 કરોડમાં પૂર્ણ થયો હતો.
રવિવારે સાંજે અચાનક આવેલા તોફાની પવનને કારણે મહાકાલ લોકમાં બનેલી સપ્તઋષિઓની મૂર્તિઓને સૌથી વધુ નુકસાન થયું છે. આમાંથી ઘણી મૂર્તિઓ જમીન પર પડી હતી, જ્યારે ઘણી મૂર્તિઓના હાથ અને માથા તૂટી ગયા હતા. રવિવારના કારણે મોટી સંખ્યામાં ભક્તો મહાકાલ લોક પહોંચ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે આટલા નુકસાન બાદ પણ કોઈ ભક્તને ઈજા પહોંચી નથી.
વાસ્તવમાં, આ 10 થી 25 ફૂટ ઉંચી મૂર્તિઓ લાલ પથ્થર અને ફાઈબર રિઇનફોર્સ પ્લાસ્ટિકથી બનેલી છે. ગુજરાતની એમપી બાબરિયા પેઢી સાથે સંકળાયેલા ગુજરાત, ઓડિશા અને રાજસ્થાનના કલાકારોએ આના પર કારીગરી કરી છે. 11 ઓક્ટોબર, 2022 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના નવા સંકુલ 'મહાકાલ લોક'નું ઉદ્ઘાટન કર્યું.
ત્યાર બાદ દેશ-વિદેશમાંથી ભક્તો મહાકાલ લોકના દર્શન કરવા આવે છે. પરંતુ મહાકાલ લોકમાં કરવામાં આવેલ બાંધકામની ગુણવત્તા ચોક્કસપણે ખુલ્લી પડી હતી. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર કુમાર પુરુષોત્તમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાની સૂચના આપી હતી.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025