હાઈકોર્ટના જજ NHAI પર ભડક્યાં, કહ્યું શૌચાલય શોધવાના ચક્કરમાં મારા 4 મેમો ફાટ્યાં
September 19, 2025
કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે, NHAI જાહેર શૌચાલયની જાળવણી કરવા સક્ષમ નથી. જસ્ટિસ અમિત રાવલ અને પીવી બાલાકૃષ્ણનની એક ડિવિઝન બેન્ચે પેટ્રોલ પંચ પર ઉપલબ્ધ ટોઈલેટનો ઉપયોગ કરવા મામલે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, હાઈવે પર જો કોઈ શૌચાલય મળે તો પણ તે પગ મૂકવા લાયક પણ હોતુ નથી. જસ્ટિસ રાવલે જયપુરથી રણથંભોરનો પોતાનો પ્રવાસ યાદ કરતાં કહ્યું કે, મને રસ્તામાં એક પણ શૌચાલય મળ્યુ નહીં. રસ્તામાં ઓવર સ્પિડિંગ માટે ચાર મેમો આવ્યા. અમે જાહેર શૌચાલયની શોધમાં ગાડીની સ્પીડ વધારી અને ચાર મેમો આવ્યા. પેટ્રોલ પંપના માલિકોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે, અમારૂ શૌચાલય જાહેર જનતા માટે ખુલ્લુ મુકી શકીએ નહીં.
હાઈવે પર પબ્લિક ટોઈલેટની જવાબદારી એનનએચએઆઈની છે. હાઈકોર્ટે અન્ય દેશોની તુલનાએ ભારતમાં જાહેર શૌચાલયની ઉપલબ્ધતા અત્યંત ઓછી હોવાની ટિપ્પણી કરી છે. જસ્ટિસ રાવલે જણાવ્યુ કે, આ કામગીરી NHAIની છે. જો તમે વિદેશ જાઓ છો, તો થોડા-થોડા અંતરે તમને એક સ્ટોપ મળશે. જ્યાં તમે ચા-કોફી પી શકો છો, શૌચાલયનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આપણે ત્યાં આવુ નથી. જે હાઈવે પર જાહેર શૌચાલય છે, તે પણ બેકાર છે. જેના લીધે બધો બોજો પેટ્રોલ પંપ પર આવે છે. આ આપણું દુર્ભાગ્ય છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026