Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

હિમાચલ પ્રદેશમાં 'આફતોનું પૂર': અતિભારે વરસાદ બાદ મંડીમાં 10ના મોત, 34 ગુમ

July 02, 2025

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં સતત વરસાદે રાજ્યમાં ભારે વિનાશ સર્જ્યો છે. 16 સ્થળોએ વાદળ ફાટવાના કારણે, ત્રણ સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે લગભગ પાંચ લોકોના મોત થયા છે. વરસાદ પછી સર્જાયેલી પરિસ્થિતિના કારણે અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે. તેમજ લગભગ 34 લોકો ગુમ છે, જેમાંથી 11 લોકો પાણીમાં તણાઈ ગયા છે.  આ ઉપરાંત છેલ્લા 11 દિવસમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 356.67 કરોડનું નુકસાન થયું છે. તેમજ વરસાદના કારણે સૂબેના મંડી જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ છે. મંડીમાં છેલ્લા 32 કલાકમાં રેસ્ક્યુ ઓપરેશનમાં 316 લોકોને બચાવવામાં આવ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, મંડીમાં વાદળ ફાટવાની કુલ 10 ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે ભારે વિનાશ, જાનહાનિ અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે.  આ ઉપરાંત રાજ્યમાં અચાનક પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બધી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. આથી કટોકટી સેવાઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 287થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં મંડીમાં 233થી વધુ, હમીરપુરમાં 51 અને ચંબામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુઓ અને ગૌશાળાઓને પણ નુકસાન થયું છે. ભારતીય હવામાન વિભાગે(IMD) 2 જુલાઈના રોજ પૂર્વી રાજસ્થાન, ગુજરાત ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.