Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી

June 25, 2025

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, પાર્વતી નદી ગાંડીતૂર બની છે. જો કે, અત્યારસુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ભારે વરસાદના કારણે 20થી 25 વાહનોને નુકસાન થયું છે. જનજીવન ખોરવાયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે.

નિર્મંદના એસડીએમ મનમોહન સિંહે જણાવ્યું હતું કે, અનારાધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જો કે, હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ઝાક્રીમાં હિન્દુસ્તાન- તિબેટ રોડ (નેશનલ હાઈવે 5) પર  ભૂસ્ખલનની ઘટના પણ બની છે.

સતલુજ નદીની જળ સપાટી વધી છે. જેમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે વાહનોને ભારે નુકસાન થયું છે. અમુક સ્થાનિકોએ આભ ફાટ્યું હોવાનું નિવેદન આપ્યું છે. સત્તાધીશોએ પણ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ માટે એલર્ટ આપ્યું છે. સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ નદી-તળાવના કિનારે ન જાય. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં લો. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે.