હિમાચલના પર્યટન માટે જાણીતા શહેરોમાં હિમવર્ષા, લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા
October 05, 2025
લેહ : હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે પર્યટકો માટે હવામાન ખુશનુમા બન્યુ છે. હિમવર્ષાએ હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળોની સુંદરતામાં વધારો કર્યો છે. સીઝનની શરૂઆતમાં જ મનાલી અને લાહુલ બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે.
બીજી તરફ, હિમવર્ષાને કારણે લેહ જનારા પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. રોહતાંગ, બરાલાચા, શિંકુલા અને કુન્ઝુમ મનાલી અને લાહુલ સ્પિટીના ગ્રામીણ વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે. કુલ્લુ અને મનાલીમાં વરસાદ કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. હિમવર્ષાના કારણે લેહ-મનાલી હાઈવે પર અનેક વાહન ફસાઈ ગયા હતા. બારાલાચા અને શિંકુલામાં પણ ભારે ટ્રાફિક થયો હતો. હિમવર્ષાના કારણે લેહમાં પરિવહન સેવા ખોરવાઈ છે. મનાલીથી રોહતાંગ થઈ લેહ જતાં માર્ગોમાં બરફની ચાદર પથરાતાં વાહન-વ્યવહાર બંધ છે. ડિઝલ-પેટ્રોલના ટેન્કર મઢીમાં રોકવામાં આવ્યા હતાં. અન્ય ટ્રક અટલ ટનલ થઈ લેહ લઈ જવામાં આવ્યા છે. પરંતુ પેટ્રોલ-ડિઝલના ટેન્કર આ રસ્તાથી મોકલવા જોખમી હોવાથી તેનો સપ્લાય થંભ્યો છે. વધતી હિમવર્ષાના કારણે રોહતાંગ પાસમાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. રોહતાંગ પાસમાં હિમવર્ષા થઈ રહી છે, જેમાં રાહિનાનાલા, મઢી, ગુલાબા, કોકસર, અટલના ઉત્તર અને દક્ષિણ પોર્ટલ અને અંજની મહાદેવમાં પણ ભારે હિમવર્ષાના કારણે અવરજવર બંધ કરવામાં આવી છે.
Related Articles
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસન...
Nov 10, 2025
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુજરાતમાં હાઇઍલર્ટ
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુ...
Nov 10, 2025
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 1...
Nov 10, 2025
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરોડ
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષ...
Nov 10, 2025
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાન...
Nov 10, 2025
Trending NEWS
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025