મેચ રમતો ન હતો તો પણ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ઈતિહાસ, ઓરેન્જ કેપ જીતનારો સૌથી યુવા બેટર
June 01, 2026
IPL 2026 માંથી રાજસ્થાન રોયલ્સ બહાર થઈ ગયા હોવા છતાં, વૈભવ સૂર્યવંશીએ એક રેકોર્ડ બનાવ્યો છે. આમ, વૈભવ IPL ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ અને સાઈ સુદર્શન તેના નજીકના હરીફ હતા, પરંતુ બંને બેટ્સમેન ફાઇનલમાં વહેલા આઉટ થઈ ગયા હતા.15 વર્ષીય યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશી IPLના ઇતિહાસમાં ઓરેન્જ કેપ જીતનારો સૌથી યુવા બેટર બની ગયો છે, ત્યારે વૈભવે 16 મેચોમાં 48.50ની એવરેજ સાથે 776 રન બનાવ્યા છે. સૌથી વધારે રનના મામલે બીજા ક્રમે શુભમન ગિલ 732 અને સાઈ સુદર્શન 722 ત્રીજા ક્રમે રહ્યા હતા. વૈભવે પ્લેઓફની મેચોમાં પણ શાનદાર બેટિંગ કરતાં પોતાની ટીમ માટે 96 અને 97 રન બનાવ્યા હતા. આટલું જ નહીં આ ટુર્નામેન્ટમાં સૌથી જબરદસ્ત મુદ્દો તેનો સ્ટ્રાઈક રેટ રહ્યો છે. આ સિઝનમાં તેણે સૌથી વધુ 237.31ના સ્ટ્રાઈક રેટથી ફટકાબાજી કરી હતી. IPL 2026માં સૌથી વધુ 72 છગ્ગા વૈભવે ફટકાર્યા છે. જેમાં બીજા ક્રમે રહેલા અભિષેક શર્માએ 43 છગ્ગા ફટકાર્યા હતા! જે દર્શાવે છે કે સિક્સ ફટકારવાના મામલે વૈભવની આસપાસ પણ કોઈ નથી! વૈભવે આ વર્ષે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો ઍવોર્ડ જીતવા માટે પણ તે પ્રબળ દાવેદારી નોંધાવી હતી.
Related Articles
કિંગ કોહલીનો મોટો ધમાકો: IPL 2026ની ફાઈનલમાં ફટકારી કરિયરની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી, તૂટ્યો 8 વર્ષ જૂનો રેકોર્ડ!
કિંગ કોહલીનો મોટો ધમાકો: IPL 2026ની ફાઈન...
Jun 01, 2026
સતત બીજી વાર RCB IPL ચેમ્પિયન, ફાઈનલમાં ગુજરાતને 5 વિકેટે હરાવ્યું, કોહલીના અણનમ 75 રન
સતત બીજી વાર RCB IPL ચેમ્પિયન, ફાઈનલમાં...
Jun 01, 2026
RCB IPL ચેમ્પિયન, ફાઈનલમાં ગુજરાતને 5 વિકેટે હરાવ્યું, કોહલીના અણનમ 75 રન
RCB IPL ચેમ્પિયન, ફાઈનલમાં ગુજરાતને 5 વિ...
May 31, 2026
અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા જાહેર,4 નવા ચેહરાને મળી તક
અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિ...
May 19, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા લાખો ફોલોઅર્સ, ઈન્સ્ટાગ્રામે કરી સાફસફાઈ
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ...
May 09, 2026
IPLમાં ‘હની-ટ્રેપ’નો ખતરો! ખેલાડીઓને બચાવવા BCCIની 7 પાનાંની ગાઈડલાઈન, જલ્દી લાગુ થશે નવા નિયમો
IPLમાં ‘હની-ટ્રેપ’નો ખતરો! ખેલાડીઓને બચા...
May 09, 2026
Trending NEWS
મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી...
01 June, 2026
આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ:...
01 June, 2026