તમારાથી નિષ્પક્ષતાની આશા, બદલો લેવા કાર્યવાહી ન કરશો', સુપ્રીમકોર્ટે EDને લગાવી જોરદાર ફટકાર

October 04, 2023

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગના કેસમાં બે ધરપકડોને રદ કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને જોરદાર ફટકાર લગાવતા કહ્યું હતું કે તપાસ એજન્સીએ બદલો લેવાની ભાવના સાથે કાર્યવાહી કરી શક્તી નથી અને તેણે ઉચ્ચતમ સ્તરની નિષ્પક્ષતા સાથે કામ કરતા જોવા જોઈએ.  સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ગરુગ્રામ સ્થિત રિયલ્ટી ગ્રુપ M3Mના ડિરેક્ટર બસંત બંસલ અને પંકજ બંસલની ધરપકડને રદ કરી હતી. બંસલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના તે આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો જેમાં તેમની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આજે તેના ચુકાદામાં કહ્યું હતું કે ED ની દરેક કાર્યવાહી પારદર્શક, નિષ્પક્ષતાના જૂના ધોરણો અનુસાર થવાની આશા છે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ એજન્સી તેના કાર્યો અને તેની શક્તિઓનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ED પાસે તેના વર્તનમાં બદલો લેવાની અપેક્ષા ન રાખી શકાય. તેમણે કહ્યું કે પૂછાયેલા પ્રશ્નોના જવાબ દેવામાં આરોપીની નિષ્ફળતા ED દ્વારા ધરપકડ માટે પ્રયાપ્ત આધાર ન હોઈ શકે. EDએ કારણ શોધવું જોઈએ કે આરોપી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુના માટે દોષિત છે. આ સિવાય કોર્ટે કહ્યું કે સમન્સના જવાબમાં ફક્ત અસહયોગ કોઈની ધરપકડ કરવા માટે પ્રયાપ્ત નથી.