યુદ્ધનો ભયાનક ખર્ચ: અમેરિકા દર સેકન્ડે ખર્ચે છે રૂ. 9.8 લાખ, રોજનો રૂ. 8,455 કરોડનો ધુમાડો!
March 31, 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકન અર્થતંત્ર પર મોટું આર્થિક ભારણ આવી રહ્યું છે. એક તાજેતરના સંશોધન મુજબ, અમેરિકા આ યુદ્ધમાં દર સેકન્ડે 10,300 ડૉલર(આશરે 9.8 લાખ રૂપિયા) ખર્ચ કરી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(SIPRI)ના ડેટા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધના 31મા દિવસે અમેરિકન કરદાતાઓને અત્યાર સુધીમાં 27.68 અબજ ડૉલર(આશરે 2.63 લાખ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા દરરોજ સરેરાશ 890 મિલિયન ડૉલર(આશરે 8,455 કરોડ રૂપિયા) આ જંગ પાછળ ખર્ચી રહ્યું છે.
આ જંગી ખર્ચના આંકડાઓ પર નજર કરીએ તો, સૌથી મોટો હિસ્સો દારૂગોળો અને મિસાઇલો પાછળ વપરાય છે, જે દરરોજ 320 મિલિયન ડૉલર(આશરે 3,040 કરોડ રૂપિયા) એટલે કે કુલ ખર્ચના 36% જેટલો છે. આ ઉપરાંત, ફાઇટર જેટ્સ અને બોમ્બર વિમાનોના ઓપરેશન પાછળ રોજનો 245 મિલિયન ડૉલર અને નેવીના જહાજો તેમજ સબમરીન પાછળ 155 મિલિયન ડૉલરનો ખર્ચ થઈ રહ્યો છે. મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, ઇન્ટેલિજન્સ અને સાયબર ઓપરેશન પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે આ આર્થિક આંકડો સતત વધી રહ્યો છે.
યુદ્ધના આ આર્થિક બોજને હળવો કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આરબ દેશો પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા હોય તેવું જણાય છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સંકેત આપ્યો છે કે પ્રમુખ ટ્રમ્પ આરબ રાષ્ટ્રોને આ યુદ્ધનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરવા માટે કહી શકે છે, જેવું 1990ના ગલ્ફ વોર દરમિયાન થયું હતું. જોકે, આ વખતે સ્થિતિ અલગ છે કારણ કે અમેરિકા અને ઈઝરાયલ કોઈ પણ પ્રાદેશિક ભાગીદારોને સામેલ કર્યા વિના એકપક્ષીય રીતે આ કાર્યવાહી કરી રહ્યા છે. બીજી તરફ, ઈરાને કોઈપણ મંત્રણા માટે શરત મૂકી છે કે અમેરિકાએ યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવું પડશે અને વળતા પ્રહાર તરીકે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પણ તેજ કર્યા છે.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
Trending NEWS
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026