અમેરિકામાં વરસાદ સાથે વાવાઝોડાએ તબાહી મચાવી, બે લાખ ઘરોમાં વીજળી ડૂલ, 6ના મોત
April 04, 2025
- સાઉથ અને મીડવેસ્ટમાં બે લાખથી વધુ ઘરોમાં વાવાઝોડાંથી વીજળીગુલ
- આગામી ચાર દિવસમાં બાર ઇંચ વરસાદ પડવાની નેશનલ વેધર સર્વિસની આગાહી, નવ કરોડ અમેરિકન્સ પર તોફાનની અસર
અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં જોરદાર પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં છનાં મોત થયા છે અને ઘણાં લોકોને ઇજા થઇ હતી. વાવાઝોડાને કારણે બે લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં હવામાં ઉડી ગયા હતા.
અનેક કાર્સ પણ વાવાઝોડાંમાં ગડથોલિયા ખાતી દેખાઇ હતી. આરાકાન્સાસ, ઇલિનોય, ઇન્ડિયાના, મિસુરી અને મિસિસિપી પર ડઝનબંધ ટોર્નેડો અને વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જારી કરવામાં આવી હતી. આગામી ચાર દિવસમાં સાઉથ અને મીડ વેસ્ટ ઇલાકામાં ભારે બાર ઇંચ જેટલો વરસાદ થવાની અને પૂરના પાણી ફરી વળવાની આગાહી નેશનલ વેધર સર્વિસ દ્વારા કરવામાં આવી છે. ત્રીસ વર્ષના ઇતિહાસમાં ફૂંકયેલું આ અભૂતપૂર્વ વાવાઝોડું છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.
સાંજે આરાકાન્સાસમાં હેરિસબર્ગ ખાતે પણ ટોર્નેડો ત્રાટક્યો હતો. ટોર્નેડોને કારણે બાવીસ કાઉન્ટીઓમાં પૂર આવવાને કારણે મોટું નુકશાન થયું હતું અને ચાર જણને ઇજા થઇ હતી. કેન્ટુકીમાં જેફરસનટાઉન ખાતે બુધવારે રાત્રે ટોર્નેડો ત્રાટક્યો હતો. કેન્ટુકીમાં ટોર્નડોમાં ઉડેલો માલસામાન ચર્ચ પર ત્રાટકતાં ચાર જણાંને ઇજા થઇ હતી. ઇન્ડિયાનામાં પણ એક ગોદામનો હિસ્સો તુટી પડયો હતો. મિસુરીમાં પાઇલટ ગ્રોવ ખાતે વાવાઝોડાંને કારણે વીજળીના થાંભલાઓ વળી ગયા હતા અને કારો ગડથોલિયા ખાતી જોવા મળી હતી. નેવાડામાં પણ શહેરની આસપાસના વિસ્તારોમાં સવારે વાવાઝોડાંની અસર જોવા મળી હતી. ઓક્લોહામામાં પણ ઓવાસો શહેરમાં ટોર્નેડો ત્રાટકતાં સંખ્યાબંધ ઘરોના છાપરાંઓ ઉડી ગયા હતા તથા વીજળીના થાંભલાઓ તથા વૃક્ષો તુટી પડયા હતા. આરાકાન્સાસ, મિસિસિપી, મિસુરી, ઇલિનોય, કેન્ટુકી અને ટેનેસીમાં એક લાખ લોકોને વીજળી વિના ચલાવવું પડયું હતું. બુધવારે રાત્રે ઇન્ડિયાનામાં વાવાઝોડું ત્રાટકતાં 182000 ગ્રાહકોનો વીજ પુરવઠો ખંડિત થઇ ગયો હતો. મિસિસિપી, મિસુરી, ઇલિનોય, કેન્ટુકી અને ટેનેસીમાં આશરે અઢી લાખ લોકો હાલ હાઇ રિસ્ક ઝોનમાં ફસાયા છે. આ વિસ્તારોમાં સૌથી શક્તિશાળી ગણાતો ઇએફ -3 ટોર્નડો ત્રાટકવાનું જોખમ છે.
Related Articles
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગતાં ફસાયેલા 27 લોકોના કરૂણ મોત, વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ...
Jul 13, 2026
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્...
Jul 12, 2026
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈર...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026