કાર પલટી જતાં પતિનું મોત, કલાક બાદ પત્નીએ દીકરીને જન્મ આપ્યો
January 23, 2025
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ પહેલા ભાગ્યે જ કોઈએ આવું જોયું હશે કે સાંભળ્યું હશે. અહીં, કારમાં મુસાફરી કરી રહેલા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું, જ્યારે તેની ગર્ભવતી પત્ની અકસ્માતમાં બચી ગઈ, તેમજ પતિના મૃત્યુના એક કલાક પછી તેણે પુત્રીને જન્મ પણ આપ્યો.
આ ઘટના લાલઘાટી સ્થિત હલાલપુર બસ સ્ટેન્ડ પર બની હતી. જ્યાં એક કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી અને આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા મહેન્દ્ર મેવાડા અને તેમના સાઢુ સતીષ મેવાડાનું મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, રતિબાડના રહેવાસી મહેન્દ્ર મેવાડાની પત્ની બબલી ગર્ભવતી હતી અને મંગળવારે મોડી રાત્રે તેને પ્રસૂતિની પીડા ઉપડી ત્યારે મહેન્દ્ર તેની પત્ની સાથે કારમાં ભોપાલ જવા નીકળ્યો હતો. મહેન્દ્ર અને બબલી સાથે મહેન્દ્રના મમ્મી, ફઈબા અને સાઢુ પણ કારમાં હતા.
રાત્રિના અંધારામાં ભોપાલના લાલઘાટી વિસ્તાર પાસે હલાલપુર બસ સ્ટેન્ડની સામે એક કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ, જેમાં પાંચેયને ઈજા થઈ. આ પછી એમ્બ્યુલન્સ દ્વારા બધાને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ મહેન્દ્ર મેવાડા અને તેમના સાઢુ સતીશને મૃત જાહેર કર્યા હતા.
કુદરતનો ક્રમ જુઓ કે જ્યારે ડૉક્ટરોએ મહેન્દ્રને મૃત જાહેર કર્યો, તેના લગભગ એક કલાક પછી તેની પત્ની બબલીએ મોડી રાત્રે પુત્રીને જન્મ આપ્યો. દીકરીના જન્મના થોડા કલાકો પહેલાં જ તેણે તેના પિતા ગુમાવ્યા. હાલમાં માતા અને બાળક બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે.Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026