'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત
May 17, 2026
તમિલનાડુના રાજકારણમાં જોસેફ વિજયની પાર્ટી TVKએ સૌથી મોટી પાર્ટી બનીને નાની પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવી છે. ત્યારે પરિણામો બાદ પૂર્વ સીએમ એમ કે સ્ટાલિન સાથે રજનીકાંતની મુલાકાતને લઈને એવી વાતો વહેતી થઈ હતી કે રજનીકાંત, વિજય સીએમ બને તેનાથી ખુશ નથી અને તેમને ઈર્ષ્યા થઈ રહી છે. આ ટીકાઓથી નારાજ થઈને રજનીકાંતે ચેન્નાઈમાં પોતાના નિવાસ્થાને એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. રજનીકાંતે આક્ષેપો કરનારાઓને જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે જો તેઓ અત્યારે મૌન રહેશે, તો લોકો અફવાઓને જ સાચું માની લેશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજનીકાંતે જણાવ્યું કે તેઓ પોતે રાજકારણમાં નથી, તેથી વિજયના સીએમ બનવાથી તેમને ઈર્ષ્યા થવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. મારે વિજયની ઈર્ષ્યા શા માટે કરવી જોઈએ? હા, જો કમલ હાસન સીએમ બન્યા હોત તો કદાચ મને થોડી ઈર્ષ્યા થઈ શકી હોત! હું બિનજરૂરી બાબતો પર બોલું તેવો કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી. રજનીકાંતે કહ્યું કે તેમની અને વિજય વચ્ચે આશરે 25 વર્ષનો મોટો જનરેશન ગેપ છે. તેમણે વિજયને તેની શરૂઆતના દિવસોથી જોયો છે, તેથી તેઓ વિજય મુખ્યમંત્રી બને તેની સામે શા માટે વાંધો ઉઠાવે? તેઓ વિજયની આ સફળતાથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.
રજનીકાંતે સ્વીકાર્યું કે પોતાની પહેલી જ ચૂંટણીમાં વિજય આટલી મોટી સફળતા મેળવીને સીએમ બની જશે તે જોઈને તેઓ પણ થોડા આશ્ચર્યચકિત થયા હતા, પરંતુ પરિણામો આવતાની સાથે જ તેમણે વિજયને ફોન કરીને અભિનંદન આપી દીધા હતા.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026