'હું રાજીનામું આપવા તૈયાર છું...', બ્રિજભૂષણ શરણ સિંહે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સામે રાખી શરત

April 30, 2023

દિલ્હીઃ ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિંહએ તેમના ઉપર લાગેલા આરોપોને નકારતા કહ્યું કે રેસલરોનું વિરોધ પ્રદર્શન રાજનીતિ છે. તેમણે કહ્યું રેસલરો કોંગ્રેસ અને વિપક્ષી દળોના હાથોના રમકડાં બની ગયા છે. રાજીનામું આપવું તેનો ઉદ્દેશ્ય નથી, તેનો ઉદ્દેશ્ય રાજનીતિ છે. બૃજભૂષણ સિંહે કહ્યું કે, તે રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા તૈયાર છે, જે તેનાથી વિરોધ પ્રદર્શન સમાપ્ત થઈ જાય તો. તેમણે કહ્યું કે, મને એફઆઈઆરની કોપી મળી નથી, જે દાવો બજરંગ પૂનિયાએ કર્યો છે. 


બ્રિજભૂષણ શરણ સિંહનું આ નિવેદન યૌન ઉત્પીડનના આરોપો અને તેમની વિરુદ્ધ બે એફઆઈઆર નોંધાયા બાદ આવ્યું છે. તેણે કહ્યું કે મારા રાજીનામા બાદ જો કુસ્તીબાજો ઘરે જઈને આરામથી સૂઈ જાય તો મને કોઈ વાંધો નથી.


ઉત્તરપ્રદેશના કૈસરગંજથી ભાજપ સાંસદ બૃજભૂષણ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રેસલરો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જંતર મંતર પર રેસલર્સના ધરણા આજે આઠમાં દિવસે પણ જારી છે. દિલ્હી પોલીસે સાંસદ વિરુદ્ધ એપઆઈઆર દાખલ કરી છે. તો બૃજભૂષણ શરણ સિંહે આરોપોને જૂઠ્ઠા ગણાવ્યા છે. તેમણે તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. 


બૃજભૂષણ શરણ સિંહે કહ્યુ હતું કે તે દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છે. નોંધનીય છે કે તે બીજીવાર રેસલરોના નિશાના પર છે. આ પહેલાં પણ કુશ્તીબાજોએ તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. મહિલા રેસલરોએ તેમના પર યૌન ઉત્પીડન અને ભેદભાદનો આરોપ લગાવ્યો છે. 
આ પહેલાં સાંસદ બૃજભૂષણ શરણ સિંહે કહ્યુ હતુ કે રાજીનામુ આપવું મોટી વાત નથી, પરંતુ ગુનેગાર બનીને નહીં. હું શરૂઆતથી કહી રહ્યો છું કે તેમાં દેશના કેટલાક ઉદ્યોગપતિઓ, જેને મારાથી કષ્ટ છે અને કોંગ્રેસનો હાથ છે. આજે જોવા મળ્યું કોનો હાથ છે.