'હું આ બિલના સમર્થનમાં, પરંતુ OBC અનામતની જોગવાઈ હોવી જોઈએ', લોકસભામાં રાહુલ ગાંધીનું નિવેદન
September 20, 2023

નવી દિલ્હી : મહિલા અનામત બિલ પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. નવા સંસદ ભવનના વખાણ કરતા તેમણે કહ્યું કે, નવી સંસદમાં બોલવાની ખુશી છે. પરંતુ આ નવા સદનમાં રાષ્ટ્રપતિને જોવા માંગું છું. આ પ્રક્રિયા માટે રાષ્ટ્રપતિનું હોવું જરૂરી હતું, તેને બોલાવવા જોઈતા હતા.
બિલ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આ બિલના સમર્થનમાં છું. મહિલાઓને સત્તા હસ્તાંતરણમાં ખુબ મોટું પગલું હતું પંચાયતી રાજ, આ એક વધુ મોટું પગલું છે. આ બિલ આજથી જ લાગૂ થવું જોઈએ. બિલ માટે વસ્તીગણતરી અને પરિસિમનની રાહ શા માટે ?
રાહુલ ગાંધીએ OBC અંગે વાત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારના સંસ્થાનોમાં OBC અનામતની જોગવાઈ હોવી જોઈએ. આપણી સંસ્થાઓમાં OBCની ભાગીદારી કેટલી? કેન્દ્ર સરકારમાં 90 સચિવોમાંથી માત્ર 3 જ OBCથી છે. રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરી અંગે કહ્યું કે, ડરો નહીં, અમે જાતિગત વસ્તીગણતરીની માંગ કરી રહ્યા છીએ.
રાહુલ ગાંધીની સ્પીચ દરમિયાન સંસદમાં જોરદાર હોબાળો થયો. રાહુલ ગાંધીએ 'ડરો નહીં' શબ્દનો પ્રયોગ કર્યો, જેના પર સત્તા પક્ષના સાંસદોએ વિરોધ વ્યક્ત કર્યો.
મહિલા અનામત બિલ પર લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બિલ પાર થવું જોઈએ. બિલનું સમર્થન કરવાની સાથોસાથ સૂચન આપવું અમારું કર્તવ્ય છે. અમે સરકારને સૂચન આપવા માંગીએ છીએ. સંસદમાં કોઈએ પણ આ બિલનો વિરોધ નથી કર્યો.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025