સમાજ સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દઈશ ઃ ચૂંટણી પહેલાં અનંત પટેલનો હુંકાર
February 15, 2026
નવસારી ઃ ગત વિધાનસભામાં કંગાળ પ્રદર્શન બાદ ગુજરાતમાં કોંગ્રેસ હાલ અસ્તિત્વ માટે લડી રહી છે, અમુક ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે જે કોંગ્રેસને ગુજરાતમાં ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, 'જો આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા કોઈ વાર નહીં લાગે'. આદિવાસી સમાજના મોટા નેતાના આ નિવેદનથી હાલ ગુજરાત રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. નવસારીમાં વાંસદામાં આયોજિત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'જો કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે, તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે. હું હંમેશા અન્યાય સામે લડતો આવ્યો છું, ન્યાય માટે આજીવન આદિવાસી સમાજની પડખે ઊભો રહીશ.'
વધુમાં અનંત પટેલે જણાવ્યું કે, 'હું આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને આદિવાસી તરીકે જ મરીશ. અમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. અમારું એકમાત્ર લક્ષ્ય સમાજનું કલ્યાણ અને સેવા કરવાનું છે.' આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા વહેતી થઈ છે કે ધારાસભ્ય અનંત પટેલ ગમે ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. આમ પણ ઘણા સમયથી સૂત્રો દ્વારા દાવાઓ થઈ રહ્યા છે કે અનંત પટેલ આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે, ત્યારે કોંગ્રેસ છોડવાની ચીમકી બાદ આવનારા સમયમાં ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ મચી શકે તેવા સંકેત મળી રહ્યા છે.
Related Articles
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026