હમાસ ગાઝાની સત્તા નહીં છોડે તો તબાહ કરી નાંખીશું: ટ્રમ્પની ધમકી
October 05, 2025
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર માટે અમેરિકાએ 20 મુદ્દાનો ગાઝા પ્લાન તૈયાર કર્યો છે. જેના પર ઈઝરાયલ રાજી થઈ ગયું છે. એવામાં હવે ટ્રમ્પે હમાસને ધમકી આપી છે કે જો હમાસ ગાઝામાં સત્તા છોડવા તૈયાર નહીં થાય અને શાંતિ પ્રસ્તાવને ઠુકરાવશે તો બધુ જ તબાહ કરી નાંખવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ હમાસને શાંતિ પ્રસ્તાવ સ્વીકારવા માટે રવિવાર સાંજ સુધીનો સમય આપ્યો હતો.
ટ્રમ્પનો દાવો છે કે ઈઝરાયલના વડાપ્રધાન પણ ગાઝામાં બોમ્બવર્ષા રોકવા તૈયાર થઈ ગયા છે અને ઈઝરાયલ અમેરિકાના શાંતિ પ્રસ્તાવનું સમર્થન કરે છે. તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં જ ખબર પડી જશે કે હમાસ પણ શાંતિ માટે કટિબદ્ધ છે કે નહીં. યુદ્ધ સમાપ્ત કરવા ઈઝરાયલની શરત છે કે હમાસે બંધક બનાવેલા તમામ નાગરિકોને છોડવા પડશે. જે બાદ ઈઝરાયલ પણ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવી લેશે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ એક પીસ બોર્ડ ( શાંતિ બોર્ડ )નું પણ ગઠન કરશે અને તેઓ ખુદ તેના પ્રમુખ રહેશે. આ બોર્ડ ગાઝામાંથી સેના હટાવવા તથા શાંતિપૂર્ણ શાસનની સ્થાપના કરવાનું કામ કરશે. ટ્રમ્પે ધમકી પણ આપી છે કે હમાસ આ પ્રસ્તાવ સ્વીકાર નહીં કરે તો ઈઝરાયલ જે કરશે તેને અમેરિકાનું સમર્થન રહેશે. નોંધનીય છે કે 2023થી ચાલુ હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં પેલેસ્ટાઈનના 66 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝરાયલના 48 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. ઈઝરાયલનું માનવું છું કે 48માંથી 20 હજુ જીવિત છે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026