અમદાવાદમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો
April 10, 2025
દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં ભારે ગરમી બાદ હવામાન બદલાયું છે. બુધવાર સાંજથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)એ આજે, ગુરુવારે દેશના 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે.
લખનૌ અને કાનપુર સહિત યુપીના 16 જિલ્લાઓમાં સવારથી વરસાદ અને કરા પડી રહ્યા છે. હવામાન વિભાગે આજે 14 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. આ દરમિયાન, બિહારમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે. આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 24 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
IMD મુજબ, આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવની શક્યતા છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે રાજસ્થાનના 16 જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશમાં પણ બુધવારે ગરમીના પ્રકોપ વચ્ચે કરા પડ્યા અને હળવો વરસાદ પડ્યો. હવામાન વિભાગે આજે ઉજ્જૈન-ગ્વાલિયર વિભાગમાં ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે જ્યારે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
આગામી બે દિવસ સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, વિદર્ભ અને હરિયાણામાં ગરમીની અસર રહેશે. ઘણા જિલ્લાઓમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ અને નાગાલેન્ડમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે. આગામી બે દિવસ સુધી કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદ પડશે.
Related Articles
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે...
Jul 02, 2026
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધિકારી સસ્પેન્ડ, મનપાનું કાલે હાઈકોર્ટમાં સોગંદનામું
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધ...
Jul 01, 2026
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, અંડરપાસ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં...
Jul 01, 2026
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સૌથી વધુ વાપીમાં 4.13 ઈંચ ખાબક્યો
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદા...
Jul 01, 2026
Trending NEWS
02 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026