જ્યોતિ મલ્હોત્રા NIA કસ્ટડીમાં, જાસૂસીના આરોપ સંબંધમાં પૂછપરછ થશે
May 19, 2025

દિલ્હી : પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી છે. ટીમ સોમવારે જ્યોતિની પૂછપરછ કરવા માટે હિસાર પહોંચી હતી. ત્યારબાદ, તેણીને કસ્ટડીમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી ચંદીગઢ લઈ જવામાં આવી હતી. હવે જ્યોતિની આતંકવાદી લિંક્સ અંગે પૂછપરછ કરવામાં આવશે. આ સાથે જમ્મુ ઇન્ટેલિજન્સ પણ યુટ્યુબરની પૂછપરછ કરશે.
18 મેની રાત્રે હિસાર પોલીસ પણ જ્યોતિના ઘરે પહોંચી હતી. ત્યાં તપાસ કર્યા બાદ કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ જણાવ્યું છે કે, પોલીસે જ્યોતિના કપડાં અને સામાન છીનવી લીધા છે. હિસાર પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પહેલગામ હુમલા પહેલા જ્યોતિ કાશ્મીરની મુલાકાતે ગઈ હતી. તેણીએ લદ્દાખમાં પહેલગામ, ગુલમર્ગ, દાલ તળાવ, પેંગોંગ તળાવની મુલાકાત લીધી હતી.
યુટ્યુબર જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ કહ્યું છે કે, તેમને કંઈ ખબર નથી. તેમણે કહ્યું- જ્યોતિ દિલ્હી જઈ રહી છું એમ કહીને જતી રહેતી હતી. તેણે ક્યારેય અમને કાશ્મીર કે પાકિસ્તાન જવા વિશે કંઈ કહ્યું નહીં. 22 એપ્રિલે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલો થયો, ત્યારે જ્યોતિએ પાકિસ્તાન કે આતંકવાદીઓને દોષ આપવાને બદલે ભારત તરફથી સુરક્ષા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જ્યોતિએ 10 દિવસના પ્રવાસ દરમિયાન પાકિસ્તાન પર 10 વીડિયો બનાવ્યા છે.
Related Articles
પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વિપક્ષીય જ છે : વિદેશ સચિવ
પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વ...
May 19, 2025
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ,
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવા...
May 19, 2025
Mee Tooના આરોપો બાદ એમ.જે. અકબરને ફરી PM મોદીની ટીમમાં સ્થાન, 7 વર્ષ પહેલાં છોડવું પડ્યું હતું મંત્રી પદ
Mee Tooના આરોપો બાદ એમ.જે. અકબરને ફરી PM...
May 19, 2025
મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન તૂટશે? સ્થાનિક એકમની ચૂંટણી માટે એકનાથ શિંદે ભાજપ સાથે સોદાબાજીના મૂડમાં
મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન તૂટશે? સ્થાનિક...
May 19, 2025
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક ય...
May 19, 2025
'મગરના આંસુ નહીં ચાલે', કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી અંગે સુપ્રીમ કોર્ટની ફટકાર, SITની રચના
'મગરના આંસુ નહીં ચાલે', કર્નલ સોફિયા કુર...
May 19, 2025