સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો થયા પાણી-પાણી, નદી-ડેમ છલકાયા

October 20, 2024

અમરેલી : રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, બોટાદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે ધોધમાર વરસાદને પગલે નદી-ડેમ પણ છલકાયા છે. 


અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં ખાંભા, બગસરા પંથક, લીલીયા, ધારી ગીર પંથક, સાવરકુંડલા, કુકાવાવ, વડીયા મોરવાડા ખડખડ ખાખરીયા સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો, જેમાં ઉપરવાસમાં વરસાદને પગલે ખાંભાની નાનુડી નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા. જ્યારે નદીમાં ભારે વરસાદી પાણીની આવક વધતા નાનુંડી ચેકડેમ છલકાયો છે. વડીયા ડેમમાં પાણીની બમ્પર આવક થતા ફરી થયો ઓવરફ્લો છે. જેના ત્રણ દરવાજા એક-એક ફૂટ ખોલવાની ફરજ પડી. જ્યારે નીચાણવાળા વિસ્તારોના ગામોને કરાય એલર્ટ જાહેર કરાયું. આ ઉપરાંત, વડીયા ચારણીયા સમઢીયાળા સહિત ગામોના નદી પટ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.