ભારત ફોસિલ ફ્યૂઅલનો ઉપયોગ બંધ કરી 40% પોલ્યુશન ઘટાડી શકે : ગડકરી

June 06, 2023

ભારત પેટ્રોલ અને ડીઝલ જેવા ફોસિલ ફ્યૂઅલનો ઉપયોગ બંધ કરીને પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડો કરી શકે છે તેમ કેન્દ્રનાં માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું. ભારત દ્વારા દર વર્ષે રૂ. 16 લાખ કરોડનાં પેટ્રોલ અને ડીઝલની આયાત કરાય છે. જે દેશ માટે મોટો આર્થિક પડકાર છે. પેટ્રોલ અને ડીઝલની આયાત ઓછી કરીને કરોડોની બચત કરી શકાય છે.

તેઓ IIT- દિલ્હી, IIT-રોપર અને દિલ્હી યુનિવર્સિટીનાં સહયોગથી કોન્ફેડરેશન ઓફ રિન્યુએબલ એનર્જી સર્વિસ પ્રોફેશનલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવેલા ગ્રીન ઊર્જા કોન્કલેવની બેઠકને સંબોધી રહ્યા હતા. દેશમાં દર વર્ષે રૂ. 16 લાખ કરોડનું પેટ્રોલ અને ડીઝલ તેમજ રૂ. 12 લાખ કરોડનાં કોલસાની આયાત થાય છે.