'ભારત 2028માં COP33નું આયોજન કરવા તૈયાર', PM મોદી

December 01, 2023

દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ COP 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. આ સમીટ દરમિયાન  PM મોદીએ 2028માં ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવનાર દેશ રહ્યો છે.

આ સિવાય દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને સાથે એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાય.