બ્રિટનની ફ્લાઇટમાં ભારતીય યાત્રીનો હોબાળો, બોમ્બથી ઉડાડવાની આપી ધમકી

July 30, 2025

બ્રિટનના લ્યુટનથી ગ્લાસગો જઈ રહેલી ઇઝીજેટની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફ્લાઇટમાં એક વ્યક્તિ અચાનક જ 'અલ્લાહ હુ અકબર, ફ્લાઇટમાં બોમ્બ છે' જોરથી એવી બૂમો પાડવા લાગ્યો જેના કારણે પાઇલટને ગ્લાસગો એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તેમજ યાત્રીએ  'અમેરિકા મુર્દાબાદ' અને 'ટ્રમ્પ મુર્દાબાદ' જેવા નારા પણ લગાવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, આ વ્યક્તિ ટૉયલેટમાંથી બહાર આવીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યો હતો. આ જોઈને અન્ય યાત્રીઓએ તેને કાબૂમાં કર્યો. ત્યારબાદ ફ્લાઇટમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરવામાં આવી અને ATC (એર ટ્રાફિક કંટ્રોલ) નો સંપર્ક કરીને ગ્લાસગો એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ધમકી આપનાર અને વિરોધી નારા લગાવનાર યાત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની ઓળખ લુટનમાં રહેતા 41 વર્ષીય અભય દેવદાસ નાયક તરીકે થઈ છે.