H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા : મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો
September 20, 2025
અમેરિકાએ H1B વિઝાની ફીઝ વધારીને 1 લાખ ડોલર કરી નાંખી છે. જે બાદથી જ અનેક ભારતીયોમાં અફરાતફરી મચી ગઈ છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સરકાર આ નિર્ણયનું અધ્યયન કરી રહી છે તથા ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ પક્ષ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે અમેરિકાને યાદ અપાવ્યું છે કે અમેરિકામાં ઈનોવેશન, આર્થિક વિકાસ, પ્રતિસ્પર્ધાત્મકતા, ધન સર્જનમાં અહીંથી ગયેલી કુશળ પ્રતિભાઓનું પણ યોગદાન છે. એવામાં આશા છે કે નીતિ નિર્માતા પારસ્પરિક લાભ તથા બંને દેશોના લોકો વચ્ચેના મજબૂત સંબંધને ધ્યાને રાખી નિર્ણયનું મૂલ્યાંકન કરશે. ભારતે એમ પણ કહ્યું છે કે આ નિર્ણયના કારણે પ્રભાવિત પરિવારો સામે નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, આશા છે કે અમેરિકા આ મુશ્કેલીઓનું સમાધાન લાવશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાને લઈને જાહેરાત કર્યા બાદ મેટા, માઈક્રોસોફ્ટ, એમેઝોન, જે પી મોર્ગન સહિતની દિગ્ગજ કંપનીઓમાં ખળભળાટ મચ્યો છે. દિગ્ગજ ટેક કંપનીઓએ તેમના કર્મચારીઓને દેશ ( અમેરિકા ) ન છોડવાની સલાહ આપી છે. આટલું જ નહીં મેટા અને માઈક્રોસોફ્ટ કંપનીએ તેમના કર્મચારીઓને ઈમેલ પાઠવ્યો છે કે જો તમે હાલ અમેરિકાની બહાર ગયા હોવ તો 24 કલાકમાં દેશ પરત ફરો.
મેટાએ તેમના કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા નિર્દેશ આપ્યા છે જ્યારે બીજી તરફ માઈક્રોસોફ્ટે કર્મચારીઓને આગામી 15 દિવસ કોઈ પણ કારણસર અમેરિકા બહાર ન જવા સલાહ આપી છે. એમેઝોન કંપનીએ પણ કર્મચારીઓને નોટિસ આપી છે કે જો તમે H1B વિઝા ધરાવતા હોવ તો દેશમાં જ રહો.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026