કૈલાશ માનસરોવર યાત્રાના કારણે ભારત-ચીન સંબંધોને મળશે નવી ઉર્જા

July 21, 2025

ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઈહોંગે કહ્યું છે કે ભારત-ચીન સરહદ પર પરિસ્થિતિ હવે સ્થિર છે અને બંને દેશો હવે સરહદ વ્યવસ્થાપન અને નિયંત્રણ સંબંધિત નિયમો પર ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ચાર વર્ષના લશ્કરી ગતિરોધ પછી, બંને પક્ષો હવે સંબંધો સુધારવા તરફ પગલાં લઈ રહ્યા છે. રાજદૂત શુએ વધુમાં કહ્યું હતુ કે, કૈલાશવ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની યોજના તૈયાર છે. તેમનું માનવું છે કે આ યાત્રા ફરી શરૂ થવાથી ભારત અને ચીન વચ્ચેના સંબંધોને 'નવી ઉર્જા' મળશે અને જાહેર સ્તરે વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.

ચીનના રાજદૂત શુ ફેઈહોંગે કહ્યું કે, સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. એરલાઇન્સ અને સરકાર બંને આમાં સામેલ છે. આ ઉપરાંત, અન્ય સામાજિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ પુનર્જીવિત કરવામાં આવશે. જેથી બંને દેશો વચ્ચે વાતચીત વધી શકે છે. શુ ફેઇહોંગે જણાવ્યુ હતુ કે, બંને દેશો રોકાણ અને વેપાર સંબંધિત મુદ્દાઓના ઉકેલ તરફ પણ આગળ વધશે. તેમણે કહ્યું કે આ મુદ્દાઓ પર પારદર્શક અને રચનાત્મક વાતચીત જરૂરી છે. જેથી આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ શકે છે.