167 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોંગકોંગમાં આવ્યું ‘વિફા’ તોફાન

July 21, 2025

વિફા નામના વાવાઝોડાએ ચીનના હોંગકોંગમાં તોફાને ભારે તબાહી મચાવી છે. આ તોફાનના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તોફાનની સ્પીડ 167 કિલોમીટર પ્રતિ કલાક હતી. તોફાન બાદ ભારે વરસાદે લોકોને સુરક્ષિત સ્થળે સ્થાંતરણનો સમય ન આપ્યો. ભારે પવનને કારણે 400 ફ્લાઈટ્સ અને અવર જવર પર અસર પડી છે. આ સિવાય હજારો વૃક્ષો પણ પડી ગયા હતા. 

હોંગકોંગના લોકોએ તોફાનની સાથે ભારે વરસાદની સંકટની આપત્તિ પણ સહન કરવી પડી હતી. તોફાન અને વરસાદને કારણે શહેરનું જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. સ્થાનીય પ્રશાસને સ્કુલ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. મોટા આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. મેટ્રો, એરપોર્ટ અને રેલ્વે સેવા પર રોક લગાવવામાં આવી છે. આ સાથે રસ્તા પર ચાલતી ટ્રાન્સપોર્ટ સેવાઓને પણ સ્થગિત કરવામાં આવી છે.   

હોંગકોંગ સરકારના જણાવ્યા પ્રમાણે તોફાન દરમિયાન વૃક્ષો પડવાને કારણે 450થી વધુ લોકો ઘાયલ થયા હતા. 250થી વધુ લોકોએ સાર્વજનિક સ્થળો પર જઈને આશરો લીધો હતો. સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ મનોરંજન સ્તળો બંગ રાકવાનો આદેશ કર્યો છે.  વિફા તોફાનને કારણે લગભગ 43 હજાર લોકોને ઘર છોડવું પડ્યું હતું. આ તોફાને ફિલીપીન અને તાઈવાનમાં ભારે તબાહી મચાવી હતી. તોફાનને કારણે 400થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું.