MRI મશીનમાં ખેંચાઈ જવાના કારણે 61 વર્ષની વ્યક્તિનું મોત, ગળામાં પહેરી હતી મેટલની ચેન

July 21, 2025

અમેરિકાની એક હોસ્પિટલમાં MRI રૂમમાં ગયેલા 61 વર્ષના વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વૃદ્ધાએ ગળામાં મેટલની મોટી ચેન પહેરી હતી, જેના કારણે તે એમઆરઆઈ મશીનમાં ખેચાઈ ગયો હતો. નાસાઉ કાઉન્ટી પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, ન્યૂયોર્કના વેસ્ટબરીમાં એક મેડિકલ બિલ્ડિંગમાં ઘટના બની છે. સ્કેનિંગ વખતે કીથ મૈકએલિસ્ટર (Keith McAllister) નામના વૃદ્ધ એમઆરઆઈ રૂમમાં ગયા હતા. તેમણે ગળામાં મેટલની મોટી ચેન પહેરી હતી, જેના કારણે તેઓ મશીનની ઝપેટમાં આવી ગયા હતા. 

એમઆરઆઈ (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) મશીન ખૂબ શક્તિશાળી ચુંબક અને રેડિયો તરંગોનો ઉપયોગ કરીને શરીરના આંતરિક અવયવોની વિગતવાર તસવીરો બનાવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે સલામત હોય છે, પરંતુ તેના મજબૂત ચુંબકીય ક્ષેત્રને કારણે કેટલીક ગંભીર સાવચેતીઓ રાખવી અનિવાર્ય છે. એમઆરઆઈ મશીનનું ચુંબકીય ક્ષેત્ર અત્યંત શક્તિશાળી હોય છે, જે કોઈપણ ધાતુની વસ્તુને પોતાની તરફ ખેંચી શકે છે. આનાથી ગંભીર ઈજા થઈ શકે છે અથવા તો જીવ પણ જઈ શકે છે.