280 પેસેન્જર્સ ભરેલા સ્ટીમરમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા દરિયામાં કુદ્યા

July 21, 2025

ઈન્ડોનેશિયાના એક સ્ટીમરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ લાગ્યા બાદ સ્ટીમર પર અફરા-તફરી મચી ગઈ છે. લોકો જીવ બચાવવા માટે સમુદ્રમાં કુદી ગયા હતી. આ ઘટના ઉત્તરના સુલાવેસી દ્વીપ પાસે કેએમ બાર્સિલોના વીએની છે એવું માનવામાં આવી રહ્યું છે. સ્ટીમરમાં 280થી વધુ લોકો સવાર હતા. 

ભીષણ આગ લાગ્યા બાદ યાત્રીઓમાં ઘબરાટ ફેલાઈ ગયો હતો. આ જહાજમાં બાળકો પણ હતા. ઘણા લોકો આગથી બચવા માટે સમુદ્રમાં છલાંગ લગાવી રહ્યા છે.  ઘટના બાદ સમુદ્રમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. મોટા પાયે લોકોને સમુદ્રમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.  મળતી માહિતી પ્રમાણે આ સ્ટીમરમાં 280થી વધુ લોકો સવાર હતા. 

ભીષણ આગ લાગ્યા બાદ યાત્રીઓમાં ઘબરાટ ફેલાઈ ગયો હતો. આ જહાજમાં બાળકો પણ હતા. ઘણા લોકો આગથી બચવા માટે સમુદ્રમાં છલાંગ લગાવી રહ્યા છે. ઘટના બાદ સમુદ્રમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. મોટા પાયે લોકોને સમુદ્રમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.