મૈસુરમાં બસની ટક્કરથી ઈનોવાનું કચ્ચરઘાણ, 2 બાળકો સહિત 10ના ઘટના સ્થળે જ મોત
May 30, 2023

મૈસુર પાસે આજે બસ અને ઈનોવા કાર સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઈનોવા મુસાફરી કરી રહેલા 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.જેમા બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. તેને થોડી ઈજા થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૈસુર પોલીસ અધિક્ષક સીમા લતકરે વાત કરતા કહ્યુ કે આ દુર્ઘટના તિરુમકૂડલુ અને નરસીપુરની વચ્ચે થઈ હતી.
સવારે અહી એક ઈનોવા બસ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. માહિતી પ્રમાણે આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઈનોવાનું કાગળની જેમ કચ્ચરઘાણ વળી ગયું હતું. અને ઈનોવામાં મુસાફરી કરી રહેલા લોકો એવી રીતે દબાઈને મોતને ભેટ્યા છે કે તેમની લાશ કાઢવી પણ મુશ્કેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘણી મહેનત પછી કારમાથી લાશ કાઢવામાં આવી હતી અને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવી હતી.
સાથે એક વ્યક્તિ ઘાયક થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ ઘટવાની તપાસમાં કરવામાં જોડાયેલી છે. જેમા આસપાસના સ્થાનિક લોકો પાસેથી ઘટના અંગની જાણકારી લેવામાં આવી રહી છે. તે ઉપરાંત સીસીટીવી ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહ્યા છે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025