ટ્રમ્પની ધમકી પર ઈરાનનો વળતો પ્રહાર: "અમેરિકાને કંઈ જ હાંસલ નહીં થાય"
April 06, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રમ્પે ઈરાનને મંગળવાર સુધીનું છેલ્લું અલ્ટીમેટમ આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને તબાહ કરી દેશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રમક રીતે લખ્યું છે કે જો મંગળવાર રાત સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, અમેરિકા સીધા હુમલા કરશે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે આ તબાહી બાદ ઈરાનને ફરીથી બેઠું થતા 20 વર્ષ લાગશે અને જો તેઓ ભાગ્યશાળી હશે તો જ તેમનો દેશ બચશે.
આ ભયાનક તણાવની વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. એક્સિઓસના રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે 45 દિવસના સીઝફાયર માટે પડદા પાછળ વાતચીત ચાલી રહી છે. આ વાટાઘાટોમાં પાકિસ્તાન, મિસ્ર અને તૂર્કીયે જેવા દેશો મધ્યસ્થી કરી રહ્યા છે. અમેરિકન દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે ગુપ્ત રીતે સંદેશાઓની આપ-લે થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, આગામી 48 કલાકમાં કોઈ અંતિમ સમજૂતી થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે, પરંતુ તેને યુદ્ધ રોકવાનો 'અંતિમ પ્રયાસ' માનવામાં આવે છે.
બીજી તરફ, ઈરાને પણ ટ્રમ્પની આ ધમકીઓને હળવાશથી લીધી નથી. ઈરાની સંસદના સ્પીકર એમ.બી. ગાલિબાફે ટ્રમ્પના નિવેદનોને ફગાવી દેતા વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે યુદ્ધ અપરાધો અને ધમકીઓથી અમેરિકાને કંઈ જ હાંસલ થવાનું નથી. ગાલિબાફે ઉમેર્યું કે આ ખતરનાક રમતનો એકમાત્ર ઉકેલ એ છે કે અમેરિકા ઈરાની લોકોના અધિકારોનું સન્માન કરે. હાલમાં ટ્રમ્પે પોતાની ડેડલાઈન 24 કલાક વધારીને મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીની કરી છે, જેના કારણે આખી દુનિયાની નજર હવે આ ડેડલાઈન પર ટકેલી છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026