ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
April 30, 2026
વેસ્ટ એશિયાની જંગમાં ભલે અત્યારે હુમલા અટક્યા હોય, પરંતુ તણાવ હજુ પણ યથાવત છે. શાંતિના પ્રયાસો માટે થઈ રહેલી તમામ વાટાઘાટો લાંબી ખેંચાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધી કોઈ સહમતી સધાઈ નથી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાનના નવા પ્રસ્તાવને ફગાવી દેવાતા તણાવ વધી ગયો છે. હવે આ માહોલ વચ્ચે ઈરાની સેનાએ નવા દાવા સાથે સૌને ચોંકાવી દીધા છે. આર્મીએ જણાવ્યું છે કે, તે ટૂંક સમયમાં જ નવા 'હથિયાર' વિશે ખુલાસો કરશે, જેનાથી અમારા દુશ્મનો ફફડી ઉઠશે.
ઈરાનની નૌકાદળે અમેરિકા અને ઈઝરાયલને એક નવા હથિયારથી ધમકી આપી છે. આ સાથે જ મજાક ઉડાવતા કહ્યું કે, અમારા નવા હથિયારથી દુશ્મનોને હાર્ટ એટેક આવી જશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાના ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
એક અહેવાલ પ્રમાણે ઈરાનના નેવી કમાન્ડર રિયર એડમિરલ શાહરામ ઈરાનીએ કહ્યું કે, 'ઈસ્લામિક ગણતંત્ર ટૂંક સમયમાં દુશ્મનોને નવા હથિયારથી જવાબ આપશે. આ હથિયાર અંગે વાત કરતા તેમણે કહ્યું કે, દુશ્મનો આનાથી ખૂબ જ ડરે છે. આ હથિયાર તેમના ખૂબ જ નજીક છે અને મને આશા છે કે તેમને હાર્ટ એટેક નહીં આવે.'
મજાક પણ ઉડાવ્યો
કમાન્ડરે કહ્યું કે, દુશ્મનોએ ખોટું વિચાર્યું હતું કે ઈરાન સામે તેમની નવી ઉશ્કેરણીવાળી કાર્યવાહીથી ખૂબ જ ટૂંકા સમયમાં તેમના ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરી લેશે. તેમની આ જ વિચારસરણી હવે લશ્કરી એકેડેમીમાં મજાક બની ગઈ છે. જોકે તેમણે અમેરિકા અને ઈઝરાયલ સામે ઈરાનનું નવું હથિયાર શું હશે તે અંગે માહિતી નથી આપી.
નૌસેના કમાન્ડરના જણાવ્યા પ્રમાણે 28 ફેબ્રુઆરીથી સંઘર્ષ તેજ થયા બાદ ઈરાની સશસ્ત્ર દળોએ અમેરિકા અને ઈઝરાયલના ઠેકાણાઓ પર ઓછામાં ઓછા 100 જવાબી હુમલા કર્યા છે. તેમનો દાવો છે કે આ હુમલા પશ્ચિમ એશિયાના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા સંવેદનશીલ ઠેકાણાઓ પર કરવામાં આવ્યા છે.
તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે, 'જો અમેરિકા પોતાની જિદ ચાલુ રાખશે અને ઈરાનની શરતોને ફગાવી દેશે, તો દુશ્મનને ટૂંક સમયમાં એક અલગ પ્રકારની પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. શહરામ ઈરાનીએ અમેરિકા પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે સંઘર્ષ દરમિયાન તેણે પોતાની સૈન્ય હાજરી વધારી છે, જેમાં વધારાના યુદ્ધજહાજો અને મિસાઈલ પ્લેટફોર્મ તહેનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે શરૂઆતી નેવલ એટેક નિષ્ફળ રહ્યા અને તેઓ હજુ પણ ફસાયેલા છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026