ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ્રસ્તાવ પણ ઠુકરાવ્યો, ટ્રમ્પને કહ્યા અવિશ્વાસુ
March 25, 2026
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ખળભળાટ મચી રહ્યો છે. છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોના મોત થયા છે. એટલું જ નહીં, વિશ્વમાં અબજોનું નુકસાન પણ થયું છે, તેમ છતાં હજુ સુધી યુદ્ધ અટકી શક્યું નથી. આ દરમિયાન પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ઈરાને ફગાવી દીધો છે. આ ઉપરાંત ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. બીજીતરફ અમેરિકાએ યુદ્ધવિરામ માટે 15 શરતોનો પ્રસ્તાવ ઈરાનને મોકલ્યો છે, તેને પણ ઈરાને ફગાવી દીધો છે.
ઈરાને તે પ્રસ્તાવ ફગાવ્યો છે, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીત કરાવાવની ઓફર કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, શાહબાજે પોસ્ટ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તે પોસ્ટને રિપોસ્ટ કરી હતી, એટલે કે ટ્રમ્પ પ્રસ્તાવ માટે રાજી થયા હોવાનું મનાઈ રહ્યું છે. જોકે હવે આ મામલે ઈરાને સત્તાવાર પ્રક્રિયા આપી છે અને પાકિસ્તાનનો પ્રસ્તાવને ફગાવી સ્પષ્ટ કહ્યું છે કે, તેને પાકિસ્તાનની મધ્યસ્થા મંજૂર નથી. એટલું જ નહીં ઈરાને ટ્રમ્પને પણ અવિશ્વાસુ કહ્યું છે.
અમને ટ્રમ્પ પર વિશ્વાસ નથી : ઈરાન
ટ્રમ્પ યુદ્ધ જીતી ગયા હોવાની વારંવાર જાહેરાત કરે છે, તો બીજીતરફ ઈરાન દર વખતે ટ્રમ્પના દાવાને ફગાવી દે છે. તાજેતરમાં ઈરાને સાથે વાત થઈ હોવાનો ટ્રમ્પે દાવો કર્યો હતો, જોકે ઈરાને આ દાવો ખોટો ગણાવ્યો છે. ઈરાની સેનાએ દાવા અંગે કહ્યું કે, અમેરિકા પોતાની સાથે જ વાત કરી રહ્યું છે. તેઓ ઈરાનને બે વખત દગો આપી ચુક્યા છે અને હવે અમે આવું નહીં થવા દઈએ. ઈરાને ટ્રમ્પ પર વિશ્વાસ જ નથી.
અમેરિકાની વ્યૂહરચના પર અવિશ્વાસ વ્યક્ત કરી ઈરાને પાકિસ્તાનનો પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો છે. મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાને મધ્ય-પૂર્વના યુદ્ધને ખતમ કરવાની અને ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપવાની વાત કરીહ તી. શરીફે એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે અર્થપૂર્ણ અને નિર્ણાયક વાતચીત કરવા માટે તૈયાર છે. આવુ થશે તો અમને સન્માન અનુભવાશે.’ ટ્રમ્પે પોતાના સત્તાવાર એકાઉન્ટ પર શરીફની પોસ્ટને રિપોસ્ટ પણ કરી હતી.
પાકિસ્તાન અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, અમેરિકાએ યુદ્ધવિરામ માટે મોકલેલો 15 શરતોનો પ્રસ્તાવ પણ ઈરાન ફગાવી દીધો છે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પ યુદ્ધવિરામ પર ઈરાન સાથે વાતચીત કરવા માંગે છે. જોકે ઈરાની સેનાએ વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે. અમેરિકાએ ઈરાનને મોકલેલા 15 શરતોના પ્રસ્તાવમાં ઈરાનને પ્રતિબંધમાંથી રાહત આપવાની, નાગરિક પરમાણુ ઊર્જામાં સહયોગ કરવાની, આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની દેખરેખ હેઠળ ઈરાનને પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરવાની મંજૂરી આપવાની, મિસાઈલ કાર્યક્રમને સીમિત કરવાની અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની આવન-જાવન સરળ બનાવવી સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો છે. ઈઝરાયલી મીડિયા રિપોર્ટમાં પણ કહેવાયું છે કે, અમેરિકાએ ઈરાનને 15 શરતોનો પ્રસ્તાવ મોકલ્યો છે.
ઈરાનને મોકલાયેલા પ્રસ્તાવમાં આ બાબતો સામેલ
- સમજૂતી બાદ એક મહિનામાં યુદ્ધવિરામ પર ચર્ચા કરાશે.
- ઈરાનની પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા ખતમ કરવા પર વાતચીત
- ઈરાન યૂરેનિયમ સંવર્ધન બંધ કરશે.
- હોર્મુઝ જલડમરૂમધ્ય ખુલ્લો રખાશે અને આ જળમાર્ગમાંથી જહાજો સરળતાથી આવી-જઈ શકશે
- ઈરાને પોતાના યુરેનિયમ સંવર્ધનની માહિતી આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીને સોંપવી પડશે.
- આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીને દેખરેખ હેઠળ ઈરાને પોતાના પરમાણુ કેન્દ્રે (નતાંજ, ઈસ્ફહાન અને ફોર્ડો) નષ્ટ કરવા પડશે.
- ઈરાને હમાસ, હિઝબુલ્લા જેવા સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરવું પડશે.
- ઈરાને પોતાની મિસાઈલ બનાવવાની સંખ્યા પણ મર્યાદિત કરવી પડશે.
- ઈરાને જે મિસાઈલો બનાવવાનો પ્રોગ્રામ ચલાવી રહ્યું છે, તેને પોતાની સુરક્ષા સુધી બનાવવા એટલે કે મર્યાદિત કરવા પડશે.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
Trending NEWS
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026