Breaking News :
ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત એન્જિનની ક્ષમતા ઘટતા અમેરિકાના મિસોરીમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ: 12 મુસાફરોના ઘટનાસ્થળે મોત અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની જાહેરાતથી વાયદા બજારમાં તેજી: સોનામાં 3300 અને ચાંદીમાં 7000 રૂપિયાનો ઉછાળો મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા અમેરિકા-ઈરાન વચ્ચે 14 શરતો પર સમજૂતી થઈ, ઈરાનને મળશે અત્યાર સુધીની સૌથી મોટી રાહત

પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાનનો હુમલો, અમેરિકાના સૌથી એડવાન્સ વિમાનને ફૂંકી માર્યું

March 29, 2026

ઈરાને દાવો કર્યો છે કે, તેણે સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર અમેરિકન AWACS એરક્રાફ્ટને નષ્ટ કરી નાખ્યું છે. ઈરના ન્યૂઝ એજન્સી તરફથી આ એરક્રાફ્ટને ટાર્ગેટ કરતી તસવીર જાહેર કરી છે. IRNAએ X પર પોસ્ટમાં લખ્યું કે, 'નષ્ટ થઈ ચૂકેલા અમેરિકન એરફોર્સ ડિફેન્સ સિસ્ટમ તરફથી જાહેર કરાયેલી તસવીરો જોવા મળી છે, જેમાં અમેરિકનો દ્વારા રજૂ કરાયેલી કહાનીઓ વિરૂદ્ધ તેની એર ડિફેન્સ સિસ્ટમ સૌથી મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓની સુરક્ષા કરવામાં પણ અસમર્થ છે.' અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. ટ્રમ્પ વિરોધી દેખાવકારો માર્ગો પર ઊતરી આવ્યા છે. શિકાગોમાં હજારો લોકોએ ટ્રમ્પ વિરોધી નારેબાજી સાથે યુદ્ધનો તાત્કાલિક અંત આણવાની માગ કરી હતી. બીજી બાજુ ઈઝરાયલમાં પીએમ નેતન્યાહુ વિરુદ્ધ મોટાપાયે દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યારે દેખાવકારોને કચડી નાખવા માટે ઈઝરાયલી સેના અને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દેખાવકારોની માગ હતી કે ઈરાન વિરુદ્ધ યુદ્ધને તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવે.